પીકઅપ ગાડી સહિત કુલ રૂ.૬.૮૮ લાખનો મુદામાલ પોલીસે કબ્જે કરી એક શખ્સની કરી ધરપકડ
રાજકોટ શહેરમાં હોળી ધૂળેટીના તહેવારોમાં વિદેશી દારૂનો વેપલો કરતાં બુટલેગરો સક્રિય બન્યા હોવાથી પોલીસે સઘન પેટ્રોલીંગ હાથ ધરી બાતમીદારનું નેટવર્ક કામે લગાડતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોકકસ બાતમીના આધારે ભગતવપરા અને ભાવનગર રોડ પર આવેલા મહીકા ગામના પાટીયા પાસે અલગ અલગ બે દરોડા પાડી વિદેશી દારૂની ૧૨૪૮ બોટલ ઝડપી લઇ એક શખ્સની ધરપકડ કરી કુલ રૂા ૬.૮૮ લાખનો મુદામાલ કબ્જો કર્યો છે.
બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહીતી મુજબ શહેરમાં વિદેશી દારૂની બદીને નાબુદ કરવા એસીપી જયદીપસિંહ સરવૈયાએ આપી સુચનાના પગલે એસઓજીના પીઆઇ આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એસ. સોનારા, ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ સમીરભાઇ, અનીલભાઇ, નિલેશભાઇ, અજીતસિંહ સહીતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે ભાવનગર રોડ પર મહિકા ગામના પાટીયાથી આગળ વાડી વિસ્તારમાં દારૂનો જથ્થાનું કટીંગ થયાનું હોવાથી પોલીસે વોચ ગોઠવી હતી.
તે દરમ્યાન બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે ૧૩ એ.ટી. ૫૩૬૨ અને તો ગાડીનું પેટ્રોલીંગ કરતા બાઇક નંબર જીજે ૩ કેકયુ ૬૮૦૬ ના ચાલકે નીકળતા પોલીસે ગાડીનો પીછો કરતા પીકઅપ ગાડીનો ચાલક અને બાઇક ચાલક મહિકા ગામના રસ્તે આવેલ લાભુભાઇ બચુભાઇ આહીરની વાડી પાસે ગાડી રેઢી મૂકી નાસી જતા પોલીસે પીકઅપ ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશીદારૂની બોટલ નંગ ૬૧૨ કિંમત રૂા ૧૮૩૬૦૦ ની મળી આવતા પોલીસે પીકઅપ ગાડી અને બાઇક સહીત કુલ રૂા ૪૯૮૬૦૦ નો મુદામાલ કબ્જે કરી.
વાહન નંબરોના આધારે બુટલેગરોની શોધખોળ આદરી છે. જયારે અન્ય એક દરોડામાં એસઓજી તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભગવતીપરા મેઇન રોડ પર કબીર વાડીથી આગળ નવા ૪૦ ફુટ રોડના છેડે હરીભાઇ ચૌહાણની વાડીમાં આવેલ ઓરડીમાં દરોડો પાડતા વિદેશી દારૂની ૬૩૬ બોટલ કિંમત રૂા ૧૯૦૮૦૦ ની સાથે પંકજ પોપટ બાવળીયા (રહે. નવા ગામ રંગીલા સોસાયટી) નામના શખ્સની પોલીસે ધરપકડ કરી કુલ રૂા ૧૯૧૫૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.