કોરોનાને મ્હાત આપવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્લાઝમા આપવા સ્ટાફને કરી અપીલ
કોરોનાની મહામારીમાં રાત-દિવસ મને પરિવારની પટવા કર્યા વગર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ કોરોનાનો શિકાર બન્યા છે. ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ.એચ.બી. ધાંધલીયા કોરોના મુક્તિ બન્યા બાદ પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલની અપીલને પગલે પ્રોઝીટીવ દર્દી માટે પ્લાઝમાં ડોનેટ કરી ઉમદા ઉદાહરણ પુરુ પાડી અન્ય લોકો પ્લાઝમાં ડોનેટ કરવા અપીલ કરી છે.
વૈશ્ર્વિક મહામારી કોરોના વાયરસની કોઇ દવાઓ હાલ શોધાયેલ નથી પરંતુ કોરોના વાયરસ પોઝીટીવ આવેલા દર્દીને પ્રોઝીટીવ દર્દી સ્વસ્થ થતા તેના ૨૮ દિવીસ બાદ તેના પ્લાઝામા ડોનેટ કરી શકે છે જે પ્લાઝમાંથી પોઝીટીવ દર્દીને આપવાથી તે જલદીથી સ્વસ્થ થાય છે.
રાજકોટ શહેર પોલીસ ડીપાર્ટમેન્ટના અધિકારી કર્મચારી કે જેઓને કોરોના પોઝીટીવ આવેલો અને સ્વસ્થ ચેપ થયાના ૨૮ દિવસ થયા હોય તેવા અધિકારી અને કર્મચારીઓ શહરેની જાહેર જનતાને ઉદાહરણ પુરુ પાડવા માટે પોતાના પ્લાઝમા ડોનેટ કરનાર છે. જેથી કરી કોરોનાના દર્દીને તે પ્લાઝમા આપવામા આવ્યે તેઓ ઝડપથી સ્વસ્થ થઇ શકે તેમજ જાહેર જનતામા પણ એક સંદેશ પ્રશરે જેથી કરી જાહેર જનતામા પણ કોરોના પોઝીટીવ દર્દી સ્વસ્થ થયાના ૨૮ દિવસ બાદ આગળ આવી પોતાના પ્લાઝમા ડોનેટ કરે જેથી સમગ્ર ભારતમા લોકો એક બીજાના ખભેથી ખભા મીલાવી કોરોના વાયરસની મહામારી સામે લડત આપી શકે અને માનવતાનું એક ઉમદા ઉદારણ પુરુ પાડી શકે તેમણ ડી.સી.બી. પો. સબ. ઇન્સ, એચ.બી. ધાંધલ્યાએ સ્વસ્થ થતા તેઓ એ પ્લાઝમા ડોનેટ કરેલુ છે. પ્લાઝમા ડોનેટ કોરી કોરના વાયરસ સામેથી લડતમા એક થઇ માનવતાનું ઉમદા ઉદાહરણ પુરુ પાડવુ જોઇએ છે.