સ્ટાફને પ્રથમ દિવસે જ દોડતા કર્યા: જુદી-જુદી પીએસઆઇની ટીમ બનાવી કામગીરી કરી
અબતક-રાજકોટ
શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ તરીકે જે.વી.ધોળાને ચાર્જ સોપ્યાના પ્રથમ દિવસે જ સ્ટાફને દોડતો કર્યો છે. જેમાં પીઆઇ જે.વી.ધોળાએ જુદી-જુદી પીએસઆઇની ટીમ બનાવીને જુદા-જુદા વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથધર્યું હતું.રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચના પી.આઇ જે વી ધોળા એ ડીસીબીનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ દિવસે જ સમગ્ર ક્રાઈમ બ્રાન્ચને દોડતી કરી છે. જેના ભાગરૂપે નવનિયુક્ત પી.એસ.આઇની અલગ અલગ ટીમો બનાવી રાજકોટ શહેરમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથધર્યું હતું.
ડીસીબી પીઆઇ જે.વી.ધોળાની સૂચના મુજબ જુદા જુદા વિસ્તારોમાં રહેતા બુટલેગરો અને હિસ્ટ્રીશીટરને ચેક કર્યા હતા. તેમજ જાહેર માર્ગો અને ચાર રસ્તા પર નંબર પ્લેટ વગરના વાહનચાલકો તેમજ ફોરવીલ વાહનોનું ચેકીંગ પણ હાથધર્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચની નવી ટીમે નિમણૂકના પ્રથમ દિવસથી જ જોમ જુસ્સા સાથે કામગીરી કરી પોલીસની એક નવી પોઝિટિવ છાપ ઉભી કરવા માટે શરૂઆત કરી છે.