સોનાનો ચેઈન રોકડ, મોબાઈલ અને બાઈક મળી કુલ રૂ. 1.71 લાખનો મુદામાલ કબ્જે
સુરેન્દ્રનગર ટાઉનમાં થયેલ ચેન સ્નેચીંગના ચોરીના બે ઇસમોને આશરે રૂપિયા 1.71.160 ના મુદ્દામાલ સાથે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કર્યા. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં બનતા ઘરફોડ ચોરી .લુંટ .ધાડ . વાહન ચોરી સહિતના મિલ્કત વિરૂધ્ધના બનાવો અટકાવવા તેમજ તાજેતરમાં થયેલ અનડીટેકટ ચોરીઓનો અભ્યાસ કરી ગુનાઓ ડીટેકટ કરવા ખાસ એકશન પ્લાન તૈયાર કરી અલગ અલગ ટીમો ઉભી કરી આરોપીને પકડવા અંગે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.ચૌધરીનાઓએ કરેલ સુચના અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.ચૌધરી તેમજ પોલીસ સબ. ઇન્સ્પેક્ટર વી.આર.જાડેજા તેમજ એલ.સી.બી.ની અલગ અલગ ટીમો ઉભી કરી ગુન્હાવાળી જગ્યાની વિઝીટ કરી . સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી . ટેકનીકલ સોર્સથી દ્વારા તપાસ શરૂ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ શોધી કાઢવા ખાસ કવાયત હાથ ધરી વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં ઘણા સમયથી સવારના સમયે ચેઇન સ્નેચીંગના બનાવો અવાર નવાર બને છે .
જેમાં બે અજાણ્યા ઇસમો કાળા કલરનું કાળા વાદળી પટ્ટા વાળુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ઉપર આવી રોડ ઉપર એકલી જતી મહીલાની રેકી કરી મહીલાઓએ ગળામાં પહેરેલ સોનાના દાગીનાની એક ઇસમ પેદલ ચાલી ખેંચ મારી થોડે દુર ઉભેલ બીજા ઇસમના મોટરસાયકલ માં બેસી મોટરસાયકલ નો ચાલક મોટરસાયકલ પુરઝડપે ચલાવી નાશી જાય છે. આવા બનાવો અવાર નવાર બનાવ બનેલા છે. જેથી બે શંકાસ્પદ ઇસમો કાળા કલર નું કાળા વાદળી પટ્ટા વાળુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર.જી.જે. – 13 – એ.એન -3642 લઇને ગેરકાયદે પ્રવતિ કરવાના ઇરાદે આંટા ફેરા કરે છે અને ચેઇન સ્નેચીંગના બનાવમાં મજકુર ઇસમો જ હોય તેવી પુરેપુરી શકયતા હોય તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે હકીકત આધારે સુરેન્દ્રનગર .ગોકુલ હોટલ પાછળ . મુળચંદ રોડ ઉપર વોચરાખીને તપાસમાં રહેલ તે દરમ્યાન ઉપરોકત વર્ણનવાળા બે ઇસમો મોટરસાયકલ સાથે નિકળતા જેને પકડી પાડી જેમા (1) અજયભાઇ ઘનશ્યામભાઇ નગવાડીયા ઉવ .27 રહે.સુરેન્દ્રનગર , દાળમીલ રોડ , પાંચ હનુમાન મંદીર પાસે (2)ભરતભાઇ ઉર્ફે કુકો રાયસીંગભાઇ સુરેલા ઉવ .37 રહે.સુરેન્દ્રનગર .ફીરદોષ સોસાયટી વાળાઓને પકડી પાડી તેના કબજામાંથી ચોરી કે છળકપટથી મેળવેલ સોનાના ચેઇન નંગ -2 વજન આશરે 30.580 ગ્રામ કિંમત રૂ .1.20.000 તથા મોબાઇલ ફોન નંગ -2 કિંમત રૂ. 5500 તથા મોટરસાયકલ એક કિંમત રૂ .40.000 તથા રોકડા રૂ. 5660 મળી કુલ રૂ. 1.71.160 નો મુદામાલ મળી આવતા મુદામાલ ક્બ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.