મીડિયા કર્મીઓ ફકત ઘટનાનું કવરેજ કરવા ગયા હોવા છતાં ફરિયાદ નોંધાઈ
ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળમા તાજેતરમા NHAL ની કચેરી ખાતે બનેલ ઘટનાએ ચકચાર મચાવી છે . જેમા સામાજીક અગ્રણી જગમાલ વાળા તેમના સ્ટાફ સાથે ડારી ટોલનાકા ની રજૂઆત કરવા ગયેલ .આ ટોલનાકા વિરૂધ્ધ તેમનો ઉપવાસ આંદોલન પણ મહીનાઓથી ચાલી રહેલ છે .
જે સંદર્ભ NHAL ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ને રુબરુ મળી રજૂઆત કરવા ગયેલા જગમાલ વાળા તથા તેમની સાથે ના અન્ય 6 લોકો અને આ મિટીંગ નુ કવરેજ કરવા ગયેલ 3 પત્રકારો પર ફરીયાદ નોંધાઇ છે .આ સમગ્ર બનાવના વિડીયો પણ શોશ્યલ મીડીયામા વાયરલ થયા છે . જે વિડીયોમા પત્રકારો તો માત્ર તેની ફરજ જ નિભાવે છે અને તેમ છતા પણ તેમના નામ ફરીયાદમા નોંધાયેલા છે .સમગ્ર ઘટના બાબતે પોલીસ તંત્ર જીણવટભરી તપાસ કરી તપાસનો ધમધમાટ શરુ કરેલ છે .
આ બનેલ ઘટનામા પત્રકારોને કોઇપણ લેવાદેવા કે કોઇ પ્રત્યે રાગદેશ નથી .તેઓ માત્ર સમાચારની રુએ આ કચેરી ખાતે કવરેજ કરવા ગયેલ હતા .તેમ છતા પણ પત્રકારો પર ફરીયાદ નોંધાઇ છે .ન્યાયતંત્ર પર ભરોષો રાખનાર પત્રકાર એ સમગ્ર ઘટનાની તપાસ બાદ તેમના પર લગાવેલ કલમો હટાવવામા આવે તેવી માંગ કરેલ છે .ડારી ટોલનાકા સંદર્ભ NHAL ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ને રુબરુ મળી રજૂઆત કરવા ગયેલ હતા આ બાબતે રજૂઆત કરાતા અધિકારીએ ઉગ્ર બની અને તમામ લોકોને કોઇ પ્રત્યુતર ન આપવા અને મિડીયાને પણ કેમેરા બંધ કરવા જણાવેલ હતા .જગમાલ વાળાના જણાવેલ મૂજબ તેઓએ જાતે જ તેમની કચેરીમા તોડફોડ કરી ફરીયાદ નોંધાવેલ છે .
તેવો આક્ષેપ જગમાલ વાળાએ કરેલ .તંત્ર આ બાબતે તટસ્થ તપાસ કરી યોગ્ય કાયઁવાહી કરે તેવી માંગ કરેલ .શિવમ ટ્રાન્સપોર્ટ ના જગમાલ વાળા તથા તેમના માણસો એ NHAL ની કચેરી પર આવી અને ડારી ટોલનાકા બાબતે રજૂઆત બાદ ઉગ્ર બનીને હૂમલો કરેલ હોવાનો આક્ષેપ કરેલ .આ અગાઉ પણ ડારી ટોલનાકાને બાયપાસ કરતો રસ્તો બનાવવા બાબતે પણ જગમાલ વાળા વિરુદ્ધ ફરિયાદ કરેલ છે તેઓ આક્ષેપ NHAL ના મલ્હોત્રાએ કરેલ .સમગ્ર ઘટના બાબતે પોલીસે પત્રકારોને માહીતી આપતા જણાવેલ કે પ્રભાસ પાટણ પોલીસ નો ફોન આવેલ કે NHAL ની કચેરી પર જગમાલ વાળા અને તેમના માણસો આવીને માથાકુટ કરે છે અને તોડફોડ કરેલ છે .
બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોચી અને તપાસ હાથ ધરી હતી . ફરીયાદીની ફરીયાદના આધારે તેમના પર થયેલ હુમલો કરેલ તેઓ સરકારી હોસ્પિટલ મા સારવાર લઈ રહેલ છે અને આ કામના 10 લોકોની અટકાયત કરેલ છે .અને વધુ તપાસ પોલીસે હાથ ધરેલ છે વાત કરીએ તો આક્ષેપો પ્રતી આક્ષેપ લાગી રહેલ છે અને ફરીયાદો થઈ રહેલ છે જ્યારે આ ઘટનાનો વીડીયો પણ શોશ્યલ મીડીયામા વાયરલ થયેલ છે