આઈપીએલમાં યુવા ક્રિકેટરો ઉપર ધનવર્ષા
આઈપીએલમાંથી મળેલી રકમી ઘરનું ઘર લેવાનું યુવા ક્રિકેટરનું સપનું: કલબ મેચમાં ૯ વિકેટ લીધા બાદ કાકાએ ખુશ ઈને આપ્યુ હતું રૂ.૫૦૦નું ઈનામ
નવી દિલ્હી
આઈપીએલી અનેક યુવા ક્રિકેટરોને વૈશ્ર્વિકસ્તરે જળકવાની તક મળી છે. જેની સાો સા ર્આકિ ધોરણે પણ લાભ યો છે. આવો જ એક કિસ્સો યુવા ક્રિકેટર મહમદ સીરાજનો છે. યુવા વયના આ ક્રિકેટરને સનરાઈઝ હૈદરાબાદની ટીમ માટે ૨.૬૦ કરોડમાં ખરીદાયો છે. ક્રિકેટમાં તેના ઉચ્ચ દેખાવને જોઈને અધધધ… રકમ ફાળવાઈ છે. આ જ ક્રિકેટરે તેની પ્રમ આવક તરીકે ‚૫૦૦નું ઈનામ મેળવ્યું હતું.
આઈપીએલમાં મસમોટી રકમ મેળવનાર સીરાજ હવે ઘરનું ઘર ખરીદવાની ઈચ્છા રાખે છે. આઈપીએલમાં મળેલી રકમ અંગે સીરાજે જણાવ્યું હતું કે, મને આજે ક્રિકેટમાથી મળેલી સૌપ્રમ આવક યાદ આવે છે. તે સમયે કલબ મેચમાં મેં ૯ વિકેટ ૨૦ રન આપી મેળવી હતી. તે મેચના કેપ્ટન મારા કાકા હતા. તેમણે મારા ઉત્કૃષ્ટ પ્રદર્શની ખુશ ઈ મને ‚૫૦૦નું ઈનામ આપ્યું હતું. જયારે આજે મને ‚૨.૬૦ કરોડ મળ્યાનો આનંદ છે. મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા મહમદ સીરાજને ક્રિકેટર બનાવવા માટે તેના પિતા મહમદ ઘાઉસ અને માતા શબાના બેગમે અનેક બલિદાનો આપ્યા છે.