અદાણી અમદાવાદ મેરેથોનની સાતમી આવૃત્તિ એક નવા કોર્સ અને નવા સ્ટાર્ટ-ફિનિશ પોઈન્ટ સાથે ફરી એકવાર દિલધડક બની રહેશે. 26 નવેમ્બરે દોડવીરોની મેરેથોન સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા મનોહર રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતે શરૂ અને સમાપ્ત થશે.
મેરેથોનની સાતમી આવૃત્તિને ફ્લેગ ઓફ સુપ્રસિદ્ધ ક્રિકેટર મિતાલી રાજ હશે, ભારતીય રમતજગતમાં 20 વર્ષથી વધુ યોગદાન કરનાર મિતાલી સૌથી યોગ્ય રમતવીરોમાંની એક ગણાય છે. તે ડબલ્યુપીએમ ટીમ ગુજરાત જાયન્ટ્સની સલાહકાર અને માર્ગદર્શક પણ છે.
26 નવેમ્બરે મનોહર રિવરફ્રન્ટ સ્પોટર્સ પાર્કથી મેરેથોનની શરૂઆત થશે: 5 કિમી, 10 કિમી, હાફ-ફુલ મેરેથોન યોજાશે
મેરેથોનના રજીસ્ટ્રેશનમાં દર વર્ષે વધારો થતો જોવા મળ્યો છે. તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની સાથે તે જીવનને ઉન્નત બનાવવાનો માર્ગ પણ મોકળો કરે છે. અદાણી છીક્ષ4ઘીજિજ્ઞહમશયતિ ની સહભાગી શ્રેણીઓમાં ફુલ મેરેથોન (42.195 કિમી), હાફ મેરેથોન (21.097 કિમી), 10 કિમી દોડ અને 5 કિમી દોડનો સમાવેશ થાય છે. એસોસિયેશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન્સ એન્ડ ડિસ્ટન્સ રેસ (અઈંખજ) દ્વારા પ્રમાણિત આ મેરેથોનમાં રેસના ડિરેક્ટર તરીકે અઈંખજના વાઇસ પ્રેસિડેન્ટ અને ટેકનિકલ ડિરેક્ટર ડેવ ક્ધડી હશે.
મેરેથોન દરેકને મેડલ જીતવાની તક તેમજ સશસ્ત્ર દળોના કલ્યાણ માટે દાન આપે છે. તેમાં પરોપકારી પ્રયાસોમાં મદદરૂપ યુનાઈટેડ વે ઈન્ડિયા ભાગીદાર છે. સહભાગીઓ સશસ્ત્ર દળોના કલ્યાણ, આરોગ્યસંભાળ, શિક્ષણ, આજીવિકા, પર્યાવરણ, ટકાઉપણું, આપત્તિ રાહત અને પુનર્વસન, વિવિધતા, સમાનતા, સમાવેશ અને એનજીઓની ક્ષમતા નિર્માણ જેવા કારણોને સમર્થન આપવાનું પસંદ કરી શકે છે.
મિતાલી રાજે જણાવ્યુ હતું કે અદાણી અમદાવાદ મેરેથોન એ જીવનની સફર જારી રાખવા તેમજ લોકોને મદદરૂપ થવા માટેનું એક અદભૂત પ્લેટફોર્મ છે, પછી તે સશસ્ત્ર દળો હોય કે ચેરિટી જૂથો. ભૂતપૂર્વ એથ્લેટ તરીકે હું કહી શકું છું કે ફિટ અને સ્વસ્થ શરીર અને મન સિવાય બીજું કંઈ નથી. હું દરેકને તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરું છું કારણ કે તમારી સહભાગિતાને કારણે કેટલાય લોકોને મદદ મળે છે. 26 નવેમ્બરના રોજ સૌ હાજર રહીને તમારી જાત તેમજ અન્ય લોકોને મદદરૂપ બનો.