રાજકોટમાં ચાલતા ક્રિકેટ ડ્રગ્સ પ્રકરણમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ભોમેશ્ર્વરમાં માદક પદાર્થ સાથે નીકળેલા બે સપ્લાયરોને કાર અને 0.45 ગ્રામ ડ્રગ્સ સાથે પકડી પાડી મુખ્ય સુત્રધાર ચંગેની પૂછતાછ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ એસઓજી સ્ટાફે ક્રિકેટરની માતાનું નિવેદન લીધા બાદ ડ્રગ્સના ગેરકાયેસર ચાલતા ધંધા પર દરોડા પાડયા હતા જેમાં રેસકોર્ષ પાસે આવેલ શિવશકિત હોટેલમાંથી તેનો પુત્ર અને પુત્રવધુ મળી આવતા પુછપરછ હાથ ધરી હતી.
જેમાં ભોમેશ્ર્વર રોડ તરફ ચેકિંગ હાથ ધરતા પોલીસે મયૂર દીલીપ ખત્રી અને સોયેબ યુનુશ મામટીને રોકી તપાસ કરતા તેની પાસેથી 0.45 ગ્રામ એમડી તેમજ ચાર ઈન્જેકશનો મળી આવ્યા હતા. જેથી પોલીસે રૂ. 2504500નો મુદામાલ કબ્જે કરી તેમની ધરપકડ કરી છે અને મુખ્ય સુત્રધારની શોધખોળ હાથ ધરી છે.