૧૬મીજૂને માર્ંચસ્ટરમાં યોજાનારા ભારત–પાક. વચ્ચેના ગ્રુપ મેચ માટે સ્ટેડિયમની ૨૫ હજારની ક્ષમતા સામે ટીકીટો માટે ૪ લાખ અરજીઓ આવી !
તાજેતરમાં કાશ્મીરનાં પુલવામાંમાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી ખૂલતા દેશભરમાં પાકિસ્તાન સામે ઉગ્ર જનાક્રોસ જોવા મળી રહ્યો છે. અને પાકિસ્તાન સાથે તમામ સંબંધો પૂર્ણ કરવાની માંગ ઉઠવા પામી છે. ત્યારે અનેક ક્રિકેટરોએ પાક સાથે ક્રિકેટ સંબંધો પૂરા કરીને આગામી જૂનમાં યોજાનારા આઈસીસી વર્લ્ડ કપમાં ભારત -પાકિસ્તાન વચ્ચેનો મેચનો બહિષ્કાર કે રદ કરવાની માંગ કરી છે.ત્યારે આ રસાકસી મેચને માણવા અત્યારથી ટીકીટો માટે ૪ લાખ હજાર જેટલી અરજીઓ આવી ચૂકી છે.
ચાલુ વર્ષે યોજાનારા આઈસીસી વર્લ્ડકપના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ ૧૬મી જૂને ઈગ્લેન્ડના માર્ંચસ્ટરમાં ભારત પાકિસ્તાન વચ્ચે વનડે મેચ યોજાનારો છે. આ મેચ જયાં યોજાનારો છે તે ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં ૨૫ હજાર દર્શકો સમાઈ શકે તેટલી ક્ષમતા છે. જેની સામે અત્યારથી ચાર લાખ જેટલા અરજદારોએ આ મેચની ટીકીટ ખરીદવા રસ દાખવ્યો છે. ભારતીય ક્રિકેટર હરભજનસીંગ અને પૂર્વ ક્રિકેટરા ચેતન ચૌહાણ આ મેચનો ભારત બહિષ્કાર કરે અથવા રદ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યું છે.
આઈસીસી વર્લ્ડ કપ ટુર્નામેન્ટના ડીરેકટરસ્ટીવ ઈલ્વેટીએ લંડનમાં યોજાયેલી પ્રમોશનલ ઈવેન્ટ દરમ્યાન જણાવ્યું હતુ કે ભારત પાકિસ્તાન વચ્ચેનાગ્રુપ લીગ મેચની ટીકીટની માંગ ઓસ્ટ્રેલીયા ઈગ્લેન્ડ જેવા પરંપરાગત દુશ્મન ટીમો કે લોર્ડઝમાં રમાનારા ફાયનલ મેચ કરતા વધારે છે. ક્રિકેટ મેચમાં ભારત પાકિસ્તાન વચ્ચે હંમેશા રસાકસી ભર્યો જંગ થતો હોય અમારી પાસે ટ્રેફોર્ડ સ્ટેડિયમની ૨૫ હજારની ક્ષમતાકરતા વધારે ૪ લાખ જેટલી ટીકીટો ખરીદવા માટેની અરજીઓ આવી છે. જેથી જેટલા દર્શકો મેચ જોઈ શકશે તેટલા જ દર્શકોટીકીટ ન મળવાથી નિરાશ થશે આ અરજીઓ આવી છે. તેમાંથી મોટા ભાગના સ્થાનિક ચાહકોની છે જયારે આ મેચ જોવામાં વિશ્ર્વભરનાં દર્શકો રસ દાખવે છે જેથી આગામી સમયમાં આ મેચની ટીકીટો માટેની અરજીઓમાં વધારો થવાની સંભાવના છે.
ઈગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા વચ્ચે યોજાનારામેચની ટીકીટો માટે ‚રૂ.૩૦ લાખ કરતા વધારે અરજીઓ જયારે લોર્ડઝમાંરમાનારા ફાયનલ મેચ માટે ૨.૬૦ લશખ કરતા વધારે અરજીઓ આવી છે તેમ જણાવીને સ્ટીવે ઉમેર્યું હતુ કે આ તમામ મેચો કરતા ભારત પાકિસ્તાન વચ્ચે યોજાનારો મેચ રોમાંચક રહેશે તેવો દર્શકોનો મત છે.
ભારત પાકિસ્તાન વચ્ચે યોજાનારા આ મેચનો બહિષ્કાર કે શુ કરવાની માગં અંગે આઈસીસીનાં ચીફ એકઝીકયુટીવ ડેવીડ રિચાર્ડસને ગઈકાલે જણાવ્યું હતુ કેઆઈસીસી વર્લ્ડકપમાં થયેલા આયોજન મુજબ તમામ મેચો રમાશે જ અને કોઈપણ મેચ રદ ન કરવામાં આવે કે ગ્રુપની ટીમોમાં ફેરફાર કરવામાં નહી આવે જેની સ્પષ્ટ થવા પામ્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે આમેચ રમાશે જ.