બીસીસીઆઇએ વર્ષ 2020-21ની ઘર આંગણે યોજાનારા ક્રિકેટ સીઝનની જાહેરાત કરી છે. 21મી સપ્ટેમ્બરથી શરૂ થનારો આ મહાસંગ્રામનો પ્રારંભ સિનીયર વુમન્સ વન-ડે લીગથી શરૂ થશે અને ત્યારબાદ 27 ઓક્ટોબરથી સિનીયર મહિલા વન-ડે ચેલેન્જર ટ્રોફી માટે મેચ રમાશે.
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની ટક્કર 20 ઓક્ટોબરથી શરૂ થશે અને 12 નવેમ્બરની મેચ 2021ની સીઝનની અંતિમ મેચ બની રહેશે. કોવિડ-19 મહામારીને લઇને મુલત્વી રહેલી રણજી ટ્રોફીની જગ્યાએ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન 16-11- 21થી 19-02-22 સુધી મેચો રમાશે. જ્યારે વિજય હઝારે ટ્રોફી 23-2-22થી 26-2-22 દરમિયાન રમાશે. આ સિઝનની કુલ 2,127 મેચો અલગ-અલગ વયજૂથની મહિલા અને પુરૂષ વર્ગના રૂપમાં યોજાશે.
બીસીસીઆઇ દ્વારા તમામ મેચો ખેલાડીઓ અને રમત જગત સાથે સંકળાયેલા તમામ લોકો સાથેની આરોગ્ય અને સલામતીના તમામ પરિમાણો સાથે સમગ્ર સિઝનનું આયોજન કરવામાં આવ્યું છે.