૨૦૨૮નાં ઓલિમ્પિકસમાં ક્રિકેટને રમાડાય તેવી શકયતા

આવનારા ૨૦૨૮નાં ઓલમ્પીકમાં ક્રિકેટ પર્દાપણ કરે તેવી વાત સામે આવી રહી છે. હાલ બીસીસીઆઈનાં સામ્રાજયમાંથી ક્રિકેટ દુર થયું છે અને ક્રિકેટને નાડામાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી તમામ ખેલાડીઓ નાડા હેઠળ રહી તેમની કારકિર્દી આગળ ધપાવશે. એમસીસી વર્લ્ડ ક્રિકેટ કમિટીનાં ચેરમેન માઈકગેટીંગે જણાવતાં કહ્યું હતું કે, બીસીસીઆઈ હવે નેશનલ એન્ટી ડોપીંગ એજન્સીમાં ભળી ગઈ છે જેથી આવનારા ૨૦૨૮ની ઓલમ્પીકમાં ક્રિકેટને જોડી શકાય તેવી શકયતા પણ છે અને તે દિશામાં હાલ ઓલમ્પીક અને આઈસીસી દ્વારા ચર્ચા-વિચારણા થઈ રહી છે.

ઓલમ્પીકમાં ક્રિકેટને સ્થાન મળતાની સાથે જ ક્રિકેટની માન્યતા અને તેનાં રસમાં અનેકગણો વધારો જોવા મળશે. ઓલમ્પીકનાં કાર્યક્રમો ખુબ જ ફેકસીબલ હોવાથી ક્રિકેટનો સમાવેશ થઈ શકશે. આવનારા ૧૮ માસ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. કારણકે આ સમય દરમિયાન ક્રિકેટને ઓલમ્પીકમાં કેવી રીતે સમાવવું તે દિશામાં ચર્ચા અને વિચારણા પણ કરવામાં આવશે. પહેલા બીસીસીઆઈ નાડા સાથે જોડાયેલું ન હતું પરંતુ હવે નાડા સાથે જોડાતા જે પ્રશ્ર્નો પહેલા ઉદભવિત થતા હતા તે હવે નહીં થાય અને આગામી દિવસોમાં ક્રિકેટમાં વિશ્ર્વસનીયતામાં પણ વધારો જોવા મળી શકશે.

ભારતીય ટીમનાં કોચ તરીકે પ્રથમ ચરણમાં ૬ નામોની કરાઈ પસંદગી

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની પસંદગી માટે ૬ નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં છે. કપિલ દેવની અધ્યક્ષતાવાળી ૩ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિએ સોમવારે આ નામો શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ રેસમાં વર્તમાન કોચ રવિ શાસ્ત્રી ઉપરાંત ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઈક હેસન, પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અને શ્રીલંકાના પૂર્વ કોચ ટોમ મૂડી, પૂર્વ વેસ્ટઈન્ડીઝ ઓલરાઉન્ડર અને અફઘાનિસ્તાનના પૂર્વ કોચ ફિલ સાઈમન્સ, ટીમ ઈન્ડિયાના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ફિલ્ડીંગ કોચ રોબિન સિંહના નામનો સમાવેશ થાય છે. ૧૬ ઓગસ્ટથી શરુ થનારા આ ઈન્ટરવ્યૂ પ્રક્રિયા માટે પસંદગી પામેલા ઉમેદવારોને સીએસી સમક્ષ પોતાનું પ્રેઝન્ટેશન રાખવું પડશે. ૩ સભ્યોની સીએસી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે ઈન્ટરવ્યૂ પછી અઠવાડિયાના અંત સુધી અથવા આવતા અઠવાડિયામાં અંતિમ નિર્ણય લેશે. ક્રિકેટ સલાહકાર સમિતિમાં ટીમ ઈન્ડિયાને પોતાના નેતૃત્વમાં પહેલો વર્લ્ડકપ અપાવનાર કેપ્ટન કપિલ દેવ ઉપરાંત અંશુમન ગાયકવાડ અને ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામી છે. હાલ ટીમની સાથે વેસ્ટ ઈન્ડિઝ ટૂર પર ગયેલા મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો આ પદ પર કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. વિન્ડીઝ ટૂરના કારણે તેના કાર્યકાળને ૪૫ દિવસ વધારવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.