દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં લોડિયમ ઓવલ સ્ટેડિયમમાં ચકચારી ઘટના બની હતી, જેમાં બે ક્રિકેટ કોચ કોચના મર્ડર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે ક્રિકેટ અધિકારીઓ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે, આ ઘટના બાદ ફરી એક વખત ક્રિકેટ જગત આધાતમાં સરી પડ્યું હતું.
દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં લોડિયમ ઓવલ સ્ટેડિયમમાં કલબ હાઉસમાં મૃત મળી આવેલા બે શખ્સોની ગિવન કોસી(24) અને ચાર્લસન મસેકો(26)ના રૂપમાં ઓળખ થઇ હતી. જ્યારે ગંભીર રીતે ઘાયલોમાં કેએફસી મિની ક્રિકેટ કોર્ડિનેટર કાગિસો મસૂબેલેલ(27) અને લોડિયમ હબના મુખ્ય કોચ ઓબેદ હાર્વે એગબોમાડાજી તરીકે થઇ છે. આ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના 14 સપ્ટેમ્બરની છે.
જો કે, આ સમગ્ર ઘટના પર દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે દુ:ખ વ્યકત કર્યું હતું. બોર્ડ પ્રમુખ હારુન લોગાર્ટે કહ્યું કે, તેઓ પીડિતોના પરિવાજનોની સાથે છે. તેમણે કહ્યું કે, આ ઘટનાથી દક્ષિણ આફ્રિકાનો સમગ્ર ક્રિકેટ સમુદાય વ્યથિત છે.