આકસ્મિક રનઆઉટની તક મળવા છતાં આયર્લેન્ડના બેટ્સમેને નેપાલના વિકેટકીપરે બક્ષી દીધો !!!
અબતક, મુંબઇ
મસ્કત ખાતે આયર્લેન્ડ અને નેપાળ વચ્ચે ટી-20નો મેચ રમ્યો હતો. આ અત્યંત રોમાંચક ભર્યા મેચમાં નેપાલ નો પરાજય થયો હતો પરંતુ નેપાલ ની ટીમે દરેક લોકોના દિલ જીતી લીધા હતા. હાલ ક્રિકેટ એક બિઝનેસ બની ગયો છે, પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે હજુ પણ જેન્ટલમેન ગેમ ગણાતી ક્રિકેટમાં સ્પોર્ટ્સમેન સ્પિરીટ જોવા મળી રહી છે. આયર્લેન્ડ અને નેપાળના મેચમાં નેપાલ ની આકસ્મિક રન આઉટ કરવાનું મૂકો મળ્યો હતો પરંતુ નેપાલના વિકેટકીપર એ પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરિટ દાખવી આયર્લેન્ડના બેટ્સમેનને આઉટ કર્યો ન હતો અને તેની આ કામગીરી લોકોના દિલને સ્પર્શી હતી.
નેપાલના વિકેટકીપરની સ્પોર્ટ્સમેન સ્પિરિટે દરેકના દિલ જીત્યા
આયર્લેન્ડ સામેની મેચ દરમિયાન આયર્લેન્ડના બેટ્સમેન માર્ક એડેર અને એન્ડી મેકબ્રાઈન 19મી ઓવરમાં બેટિંગ કરી રહ્યા હતા. એ જ ઓવરમાં નેપાળી બોલર કમલ સિંહના ત્રીજા બોલ પર માર્ક અદાયરે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ અને બેટ વચ્ચે સારો સંપર્ક ન હતો, જેના કારણે બોલ બહુ દૂર ન ગયો અને નજીક જ રહ્યો. નોન-સ્ટ્રાઇકિંગ એન્ડ પર ઉભો રહેલો એન્ડી મેકબ્રાઇન ઝડપી રન લેવા માટે દોડ્યો, જ્યારે બોલર તેની પાસેનો બોલ જોઈને તેને પકડવા માટે દોડ્યો. આ સ્થિતિમાં બોલર અને મેકબ્રાઈન વચ્ચે ટક્કર થઈ અને તે ઠોકર ખાઈને ત્યાં જ પડી ગયો. આ પછી બોલર ઊભો થયો અને બોલને પકડીને વિકેટકીપર તરફ ફેંક્યો. તે જ સમયે, પીચ પર પડેલા બેટ્સમેને પણ હિંમત એકઠી કરી અને ઉભા થઈને રન લેવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. બોલ વિકેટકીપરના ગ્લોવ સુધી પહોંચી ગયો હતો. પરંતુ અહીં વિકેટકીપર પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરિટ દાખવી બેટ્સમેનને રન આઉટ ન કર્યો.આ ઘટનાને ધ્યાને લઇ સમગ્ર ક્રિકેટ જગતમાં આ ચર્ચા થઈ રહી છે અને અનેક નામી-અનામી ખેલાડીઓએ આ સ્થિતિને બિરદાવી હતી જેથી કહી શકાય કે નેપાળ ભલે મેચ હાર્યું પરંતુ તેને દરેક લોકોના દિલ જીતી લીધા.