ડફ એન્ડ ફેલ્પ્સે 2020માં ભારતની મોસ્ટ વેલ્યુએડ સેલિબ્રિટીની યાદી બહાર પાડી છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સતત ચોથી વખત ટોપ પર રહ્યો છે. કોહલીની બ્રાન્ડ વેલ્યુ રૂ. 1733 કરોડ થઈ છે. ડફ અને ફેલ્પ્સએ આ રિપોર્ટને ’ઇમ્બ્રેસિંગ ધ ન્યૂ નોર્મલ’ નામ આપ્યું છે. રિપોર્ટમાં ટોપ-10 ની યાદીમાં કોહલી એકમાત્ર ખેલાડી છે. બાકીના 9 સેલેબ્સ ફિલ્મજગત સાથે સંકળાયેલા છે. જેમાં 2 મહિલા અભિનેત્રીઓ પણ સામેલ છે. કોહલી પાસે હાલમાં તેના પોર્ટફોલિયોમાં 30થી વધુ બ્રાન્ડ છે. તેની બ્રાન્ડ વેલ્યુમાં કોઈ ઘટાડો થયો નથી અને તેઓ 4 વર્ષથી સતત અનેક બ્રાન્ડની પસંદગી રહ્યા છે. જ્યારે, તેના સિવાય ટોપ -20 સેલેબ્સની બ્રાન્ડ વેલ્યુમાં 5% એટલે કે 7292 કરોડનો ઘટાડો થયો છે.
Previous Articleપેપર પર નબળી દેખાતી ઇંગ્લેન્ડની ટીમ ભારતને ‘ભારે’ પડી જશે ?
Next Article અબતક Delicious રસથાળ – ” હિંગ તિલ કે ચટપટે આલૂ “