‘ક્રિકેટ ગોડ’ સચિન તેંડૂલકરે યુવા ખેલાડીઓને શીખ આપી છે કે તમારે પોતાને પોતાની રીતે જ મોટીવેટ એટલેકે પ્રોત્સાહીત કરતા શીખી લેવું જોઈએ. કેમકે મને મારા સ્કૂલ કોચ રમાકાંત આચરેકરજીએ કદી કહ્યું ન હતુ કે ‘તેંડુલ્યા વેલ પ્લેયડ’ અહી ખાસ ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરની ગોલ્ડન કેરીયરમાં કોચ આચરેકરનો સિંહ ફાળો છે.
ગઈકાલે મુંબઈ ખાતે એક પુસ્તકના વિમોચન પ્રસંગે ભારત રત્ન સચિને જણાવ્યું હતુ કે કોચ અથવા ગૂરૂ તે આપણા મા-બાપ સમાન છે. કેમકે તેમની સાથે સૌથી વધુ સમય વિતાવતા હોઈએ છીએ.
સચિને મુંબઈના શિવાજી પાર્ક ખાતે આચરેકરજીના માર્ગદર્શન હેઠળ બેટ પકડવાનું શીખ્યું હતુ. તેણે કબૂલકર્યું કે એક કોચ તરીકે આચરેકરજી ખૂબજ કડક હતા પરંતુ મેદાનની બહાર તેઓ મારા પર પિતાની જેમ વ્હાલ વરસાવતા મારી સાથે વિનોદ કાંબલે પણ સહપાઠી હતો. સચિન તેંડુલકર પોતાની ઝળહળતી સફળતાનો શ્રેય કોચ રમાકાંત આચરેકરજીને આપે છે.
આ ઉપરાંત પોતાના માતા પિતા ભાઈ અજીત,પત્ની અંજલી, બાળકો સારા અને અર્જુનને આપે છે. કહ્યું કે એકતબકકે સચિન ખતમ થઈ ગયો, રીટાયર થઈ જવું જોઈએ તેવી વાતો વચ્ચે પરિવારે સપોર્ટ કર્યો અને મારા બલ્લાથી જવાબ આપ્યો હતો