ઇડન ગાર્ડનની કેપેસીટી 68 હજારની પરંતુ 20 હજાર લોકોને જ પ્રવેશ અપાશે
અબતક, નવીદિલ્હી
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટી20 મેચની સિરીઝ ચાલી રહી છે જેમાં ભારતે પ્રથમ જીતી લીધેલો છે. તમે હાલ સમગ્ર વિશ્વમાં અને ભારતમાં કોરોનાના કેસ માં ઘટાડો જોવા મળતાં અને જનજીવન સુચારુ રૂપથી ચાલુ થતા ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ સારા સમાચાર બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલા છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે જે ત્રીજો ટી-ટ્વેન્ટી કલકત્તા ખાતે રમાશે જેમાં કુલ 20 હજાર ક્રિકેટપ્રેમીઓને મેચ નિહાળવા મળશે.
કલકત્તાના ઈડન ગાર્ડન ક્રિકેટ ગ્રાઉન્ડ ની ક્ષમતા 68000 ની છે ત્યારે જે 20 હજાર લોકોને પ્રવેશ અપાશે તેનાથી ગ્રાઉન્ડને ઘણો આર્થિક લાભ મળતો થશે.બીજી તરફ બીજા ટેસ્ટમાં જે આમંત્રિત મહેમાનો છે તેમને આવવા માટેની પરવાનગી આપવામાં આવેલી છે અને ત્રીજા મેચમાં ક્રિકેટ પ્રેમીઓ ને પ્રવેશ અપાશે. બીપી સીઆઇએ એ વાતની પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ બાદ જે શ્રીલંકા સામે ની સીરીઝ ભારત રમશે ઓપન સ્ટેડિયમમાં રમાશે જેથી સંક્રમણ પણ લાવવાની ચિંતા નહીવત રહે.
તે મોટી વાત એ છે કે હાલ ક્રિકેટ સીઝન અને આઈપીએલ પણ શરૂ થશે તમે જે જનજીવન સુચારુ રૂપથી ચાલુ થયું છે તેનાથી ઘણા ફાયદાઓ પણ થયા છે આ તકે જો ક્રિકેટ રસિકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવે તો જે તે ક્રિકેટ સ્ટેડિયમ ઓથોરિટી ને પણ અનેક પ્રકારે આર્થિક લાભ થશે. બીસીસીઆઈના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ ત્રીજા ટી-20માં પ્રેક્ષકોને પ્રવેશ આપવા માટે ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલને કર્યો હતો અને જણાવ્યું હતું કે ત્રીજા ટી-20માં લોકોને સરળતાથી પ્રવેશ આપવો જોઈએ જેને ધ્યાને લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.