ડે-નાઈટ ટેસ્ટથી મેચમાં દર્શકોનો વધારો થશે : સંજય માંજરેકર
વિશ્વભરમાં ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટ પ્રચલીત બની રહ્યું છે. ત્યારે પૂર્વ ભારતીય બેટસમેન સંજય માંજરેકરનું માનવું છે કે ડે નાઈટ ટેસ્ટ મેચોમાં દર્શકોની સંખ્યા વધશે. પરંતુ તેને અપનાવવા ભારત શા માટે તૈયાર નથી. તેણે કહ્યું કે ખેલાડી ટેસ્ટ ક્રિકેટ સિવાય ટી.૨૦ લીગમાં રમવાનું એટલા માટે પસંદ કરે છે કારણ કે તેના થક્ષનાના પ્રાપમાં પણ સારી કમાણી થાય છે.
વધુમાં વધુ લોકોને ક્રિકેટ પ્રત્યે ચી પડે અને ક્રિકેટ રસીયાઓની સંખ્યા વધે, આ માટેનું એક માત્ર સોલ્યુશન ડે-નાઈટ ટેસ્ટ મેચ છે. ભારતમાં હાલ ડે નાઈટ ટેસ્ટ નથી રમાતી ખેલાડીઓ પણ ગુલાબી બોલને ઝાકળમાં જીલવા માંગતા નથી ભારતમાં ૭૪ વનડે રમનારા ખેલાડી કહે છે કે આઈપીએલના દર્શકોનો વર્ગ છે તેમ ટેસ્ટ મેચના આશીકો પણ ઘણા છે. મોટાભાગના ખેલાડીઓ આઈપીએલ રમવા માંગે છે.
સાથે જ ટેસ્ટ મેચ પર મુશ્કેલ છે. માટે ખેલાડીઓ ટી.૨૦ રમવાનું પસંદ કરે છે. જો ભારતમાં આવનારા દિવસોમાં ડે-નાઈટ ક્રિકેટ ટેસ્ટ રમાવા લાગે તો દર્શકો વધારી શકાશે. જયારે વિશ્વભરમાં ડે નાઈટ ક્રિકેટનો દબદબો વધી રહ્યો છે. ત્યારે ભારતીય દર્શકોમાં પણ ક્રિકેટને લઈને વધુ રસ પડે માટે ફેરફારો થવા જોઈએ.