ફાઇનલમાં પીચની ‘કમાલ’ ઓસ્ટ્રેલિયા માટે ચિંતાનો વિષય?
પરેડ ઑફ ચેમ્પિયન હેઠળ પહેલીવાર વર્લ્ડ કપના વિજેતા કપ્તાનોને મેચ દરમિયાન સન્માનિત કરાશે, તમામ વર્લ્ડ કપ વિજેતા કપ્તાનોને બીસીસીઆઇ સન્માનિત કરશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વનડે વિશ્વકપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. દરેક તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે એટલું જ નહીં અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ નો માહોલ પણ હાલ જોવા મળી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે ફાઇનલમાં પીચ કમાલ કરશે જે ઓસ્ટ્રેલિયા માટે ચિંતા નો વિષય બની જાય તો નવાઈ નહીં. એવું અનુમાન લાવાવામાં આવી રહ્યું છે કે, પીચ નીચે રેહસે અને અનીવન વિકેટ હોવાના પગલે સ્પિનરો લાભ મળશે. ફાઇનલમાં અશ્વિન પણ આકરી પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો ત્યારે ફાઇનલ મેચમાં ભારતીય ટીમ રવિચંદ્રન અશ્વિન ને રમાડે તો નવાઈ નહીં.
ભારતીય ટીમ વિશ્વ કપ ફાઇનલમાં પહોંચતા ચોમેર ચર્ચા થઈ રહી છે. આ મેચની સેરેમની કુલ 4 ભાગમાં યોજાવાની છે. આઇસીસી વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટનો હાજર રહેશે. આ તમામ કેપ્ટનો માટે વિશેષ બ્લેઝર તૈયાર કરાયું છે. વર્લ્ડકપ વિજેતા ટીમોના કેપ્ટનની પરેડ યોજાશે.પરેડ બાદ બીસીસીઆઇ દ્વારા તમામ કેપ્ટનોનું સન્માન કરાશે. વર્લ્ડકપ જીતેલા દરેક ટીમના કપ્તાનો બીસીસીઆઇના સ્ટારના નિયુક્ત એન્કર સાથેની વાતચીતમાં તેમની વર્લ્ડકપની જીતનું વર્ણન કરશે.
વિશ્વ ક્રિકેટની સૌથી મોટી મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સ્ટેડિયમ પહોંચ્યા હતા અને પીચનું નિરીક્ષણ કર્યું હતું. હવે આ પીચ કેવી છે તે અંગે ભારે ઉત્સુકતા છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે ફાઈનલ માટે નવી પિચનો ઉપયોગ કરવામાં આવશે કે પછી આ મેચ જૂની પિચ પર રમાશે.ફાઈનલ માટે પિચ તૈયાર કરવા માટે, ગ્રાઉન્ડ સ્ટાફે બીસીસીઆઈના ચીફ ક્યુરેટર આશિષ ભૌમિક અને તેમના ડેપ્યુટી તાપોશ ચેટરજીની દેખરેખ હેઠળ પીચ પર કામ કર્યું હતું. આ દરમિયાન તેમના સિવાય ઇઈઈઈંના જનરલ મેનેજર (ડોમેસ્ટિક ક્રિકેટ) અબે કુરુવિલા પણ હાજર હતા. આ પિચ કાળી માટીથી બનેલી છે, જે સામાન્ય રીતે ધીમી હોય છે. રિપોર્ટ અનુસાર, પિચ પર ભારે રોલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે ફાઈનલના દિવસે પિચ ધીમી હોઈ શકે છે. મતલબ કે વિસ્ફોટક બેટિંગ અને રન બનાવવાની શક્યતા ઓછી છે.
કાલે અમદાવાદમાં મોસમ સાફ, સાંજે ઝાકળની શક્યતા
મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતાઓ નથી પરંતુ મેચ શરૂ થયા બાદ સૂર્યાસ્ત થતા જ મેદાન પર ઝાકળ વર્ષા શરૂ થઈ શકે છે. જેને લઈને એ સ્પષ્ટ છે કે ખેલાડીઓને બીજી ઇનિંગ્સ દરમિયાન બેટિંગ કરવી મુશ્કેલ બની શકે છે. તો બીજી ઈનિંગ દરમિયાન બોલિંગમાં આ ઝાકળ મદદરૂપ થશે. આવી સ્થિતિમાં, આ મેચમાં ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં રહેશે.
શું ફાઇનલમાં અશ્ર્વિન ‘એકસ ફેકટર’ બનશે?
વિશ્વ કપ ફાઇનલ મેચ પૂર્વે ભારતીય ટીમ નેટ પ્રેક્ટિસમાં રવિચંદ્રન અશ્વિન બોલીંગ કરતો નજરે પડ્યો હતો જે એ સંકેત પણ આપે છે કે અમદાવાદની વિકેટ સ્પીન વિકેટ હોવાના પગલે અશ્વિન ને ટીમમાં સ્થાન આપવામાં આવે તો નવાઈ નહીં.
મોહમ્મદ શમી ઈઝ ‘કીંગ’
કિસી ને સોચા ન થા……વિશ્વકપ 2023નો ભારતીય ટીમનો હીરો મોહમ્મદ શામી છે. પરંતુ વાસ્તવિકતા એ છે તે મોહમ્મદ શમીએ ઘણા ઉતાર ચડાવ થી પસાર થયો છે. પરંતુ તેનું કમ્બેક ભારતીય ટીમ અને પોતા માટે ખુબજ ઉપયોગી સાબિત થયું.ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સહસપુર ખાતે, શમીએ સીમને સીધો કેચ કરવાની અને બોલને રેવ આપવાની તેની ઈશ્વરે આપેલી પ્રતિભાને માન આપીને ઝડપી બોલિંગ કરવાનું શીખ્યા, બેકસ્પિન જે સીમને ક્રોસવિન્ડમાં લક્ષ્ય પર રાખે છે અને જ્યારે બેટ્સમેન કરવાનો પ્રયાસ કરે છે. તેથી તેને તેની લંબાઈથી મારવાનો પ્રયાસ કરો. કોલકાતામાં, જ્યાં યુપીએ તેને લાયક તકો ન આપ્યા પછી શમી ગયો, ત્યાં સીમ બોલરે ટાઉન ક્લબમાં ઘર બનાવ્યું છે. તેને બહુ ઓછો પગાર મળતો હતો, તે ગ્લેમરસ ક્રિકેટ રમતા નહોતા, ગ્રાઉન્ડ ક્યુરેટર સાથે ટેન્ટમાં રહેતા હતા અને પાંચ વિકેટ લેવાનો તેનો મુખ્ય પુરસ્કાર મટન બિરયાની હતો.
મોહમદ શમી આખો દિવસ સફેદ બોલને પાણીમાં પલાળી રાખતો હતો અને પછી નેટ્સમાં ત્રણ કે ચાર કલાક સુધી બેટ્સમેનોને બોલિંગ કરતો હતો જેમને ક્યારેક તેનો સામનો કરવા માટે પૈસા મળતા હતા. શમીએ સીમિત ઓવરોની સ્થિતિમાં સફેદ બોલથી બોલિંગ કેવી રીતે કરવી તે શીખવ્યું. પરંતુ, તેમ છતાં, જ્યારે તેના કોચે એકવાર સૂચવ્યું કે તે ક્રોસ-સીમ બોલિંગ કરવાનો પ્રયાસ કરી શકે છે, ત્યારે તે ધ્રૂજી ગયો. એકવાર પંડ્યા ઈજાગ્રસ્ત થયા પછી શમીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો અને તેના પરિણામો શાનદાર રહ્યા. 54માં 5, 22માં 4, 18માં 5, 18માં 2, વિકેટ વિનાની મેચ અને પછી સેમિફાઇનલમાં 57 રનમાં 7ના મહાકાવ્ય વળતરે એ સુનિશ્ચિત કર્યું કે અગિયારમાં તેનું સ્થાન હવે ચર્ચા માટે નથી. શમી લાંબા સમયથી બહારનો વ્યક્તિ હતો. પરંતુ, તેણે પોતાને એટલું મહત્વપૂર્ણ બનાવવાનો એક માર્ગ શોધી કાઢ્યો છે કે તે અનુભવી શકે કે તે તેણીનો છે.
વિવિધ બ્રાન્ડ્સ ઝડપી બોલિંગમાં સનસનાટીભર્યા મોહમ્મદ શમી પર હસ્તાક્ષર કરવા માટે લાઇનમાં છે, જેની એન્ડોર્સમેન્ટ ફી ચાલુ ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન લગભગ રૂપિયા 1 કરોડ પ્રતિ સોદામાં બમણી થઈ ગઈ છે, કારણ કે તે તેની રેકોર્ડ-બ્રેકિંગ વિકેટ ઝડપ્યા પછી ભારતીય ક્રિકેટનો નવો સ્ટાર બન્યો છે. તેને જણાવ્યું કે તે મહત્તમ વિકેટ લેવા માટે સ્ટમ ટુ સ્ટેમ્પ લેન્થ પર બોલિંગ કરે છે જેનાથી બેટ્સમેનો હેરાન બનાવવામાં નિષ્ફળ નીકળ્યા છે અને પોતાની વિકેટો આપી છે. તેને જણાવ્યું કે બોલિંગ સમયે તેનું ધ્યાન વિકેટ ઉપર જ હોય છે કે વિકેટ કેવી રીતે ભાગ ભજવે છે જો બોલ સ્વિંગ ન થતો હોય તો તે એરિયામાં બોલિંગ કરવાનું પસંદ કરે કે જ્યાં બેટ્સમેનની એ જ લાગી શકતી હોય અને તેની વિકેટ મળી શકે.
પેસ બેટરી મજબૂત, ત્યારે ટીમ જંગી સ્કોર ખડકી શકે છે : ગુંડપા વિશ્ર્વનાથ
ભારતીય ક્રિકેટ ટીમના ગુંડપ્પા વિશ્વનાથ એ જણાવ્યું હતું કે, કપમાં ભારતની પેસ બેટરીએ વિપક્ષી ટીમોને ઘુંટણીએ પાડી દીધી છે ત્યારે વિશ્વ કપના ફાઇનલમાંની પેસ્ બેટરી તેનું કામ કરશે જ ત્યારે ટીમના રોહિત શર્માએ ખૂબ મોટો સ્કોર ઉભો કરવા માટે રમવું પડશે કારણ કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા ઉપર ચાલુ વિશ્વ કપમાં આવી રહી છે ત્યારે જો બેટ્સમેનો મોટો સ્કોર ઉભો કરી શકશે તો ઓસ્ટ્રેલિયા ટીમ ઉપર દબાણ આવશે કારણ કે ભારતના ત્રણ ફાસ્ટ બોલરો હાલ ઇન્ફોર્મ છે અને કોઈપણ બેટ્સમેનને તે ચોંકાવી શકે છે. મોહમ્મદ સામિના પેસથી દરેક બેટ્સમેનો ચિત ગુમાવી દયે છે. રૂમા વિશ્વનાથ એ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા બોલીંગ ઓસ્ટ્રેલિયા માટે ઘણા પ્રશ્નો ઊભા કરી શકે છે કારણ કે અત્યાર સુધીના વિશ્વકપમાં કાંગારૂની બોલિંગ જેવી હોવી જોઈએ તે જોવા મળી નથી ત્યારે ભારતનું પલડું ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વધુ મજબૂત છે.
ઓસ્ટ્રેલિયા સામેની 5 ટી20 મેચની સિરીઝ માટે ટીમનું સુકાન સુર્યાને સોંપાય તેવી સંભાવના
હાર્દિક પંડ્યાની ઈજાને કારણે સૂર્યકુમાર યાદવ વર્લ્ડ કપ પછી તરત જ ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીમાં ભારતીય ટીમની કમાન સંભાળી શકે છે. પાંચ મેચોની શ્રેણી 23 નવેમ્બરથી શરૂ થશે, જેની અંતિમ મેચ 3 ડિસેમ્બરે હૈદરાબાદમાં રમાશે. રિપોર્ટ અનુસાર, હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તે અત્યાર સુધી ઈજામાંથી બહાર આવી શક્યો નથી અને તેને સાજા થવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં અજીત અગરકરના નેતૃત્વમાં પસંદગી સમિતિ ટીમની કમાન સૂર્યકુમારને સોંપી શકે છે.સિનિયર ખેલાડીઓને પણ આરામ આપવામાં આવી શકે છે ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ સિવાય પંડ્યાનું દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી20 સીરીઝ અને ત્રણ વનડે મેચોમાં પણ રમવું શંકાસ્પદ છે. આ સિવાય સિનિયર ખેલાડીઓને પણ આરામ આપવામાં આવી શકે છે.