15 મોબાઈલ, 5 લેપટોપ, રોકડ સાથે કુલ 2.30 લાખનો મુદામાલ ઝડપાયો
મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ સીરામીક સીટી એપાર્ટમેન્ટના ફ્લેટમાં દરોડો પાડી ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમાડતા રેકેટનો પર્દાફાશ કરી મધ્યપ્રદેશ રાજ્યના આઠ શખ્સોની ધરપકડ કરી છે, જયારે મુખ્ય સુત્રધાર ગણાતા બે શખ્સો પૈકી એક મોરબીનો શખ્સ અને બીજો મધ્યપ્રદેશનો શખ્સ દરોડા દરમિયાન હાજર મળી આવેલ નથી તેથી તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
મોરબી-વાંકાનેર ને.હા. રોડ ઉપર આવેલ સીરામીક સીટી એપાર્ટમેન્ટમાં મોરબી એલસીબી ટીમના પો.હેડ કોન્સ. જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ.નંદલાલ વરમોરાને ખાનગીરાહે બાતમી મળેલ કે, ભાડેના ફલેટ નં-704માં ચેતન કિશોરભાઇ પલાણ રહે. મોરબી તથા આશીષ વાસવાણી રહે.ભોપાલ(એમ.પી.) બંને સાથે મળી બહારથી માણસો બોલાવી કોમ્પ્યુટર લેપટોપ, તથા મોબાઇલ ફોન મારફતે ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમાડી જુગારનો અખાડો ચલાવતા હોય. હાલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલતી વનડે ક્રિક્રેટ સીરીજની ક્રિક્રેટ મેચ ઉપર અત્યારે ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડે છે. અને જુદા જુદા ગ્રાહકો સાથે પૈસાની હારજીતનો જુગાર રમાડે છે,
ઉપરોક્ત મળેલ બાતમીને આધારે મોરબી-02 સીરામીક સીટી એપાર્ટમેન્ટના ફલેટ નં- 704 માં દરોડો પાડતા ત્યાં સુધાનશુ જગદીશ નાથાણી રહે. મુળ ગામ સીહોર બસ સ્ટેન્ડની બાજુમાં કેનરા બેંકની બાજુમાં જયંતીકોલોની મકાન નં-246 તા.જી.સીહોર (એમ.પી.), આકાશ દીલીપભાઇ ગુનવાની રહે. મુળ ગામ બુરહાનપુર સીંધ્ધી કોલોની માનાકેમ્પ થાના લાલબાગ તા.જી.બુરહાનપુર (એમ.પી.), સાગર રમેશ અડવાણી મુળ ગામ બુરહાનપુર સીંધ્ધી કોલોની માનાકેમ્પ થાના લાલબાગ તા.જી.બુરહાનપુર (એમ.પી.), રોહીત પ્યારેલાલ મીણા રહે. મુળ ગામ મીટુખેડી ગામ રામમંદિરની પાછળ તા.સાહમપુર જી. સીહોર (એમ.પી.), સંજય ગોપીલાલ લોઢી રહે. મુળ ગામ મઝહગવા વોર્ડ નં-8 મકાન નં- 26/3 પોસ્ટ ડાંગ તા.રીઠ્ઠી જી.કટની (એમ.પી.), અશોક રૂપલાલ લોઢી રહે.મુળ ગામ મઝહગવા વોર્ડ નં-10 પોસ્ટ ડાંગ તા.રીઠ્ઠી જી.કટની (એમ.પી.), શેરૂસીંગ જયસીંગ સુર્યવંશી રહે. મુળ ગામ કાકરખેડા ઇચ્છાવર ચોકડીની બાજુમાં તા.ઇચ્છાવર જી.સીહોર (એમ.પી.), નીતેશ લક્ષ્મણસીંગ સેન રહે.મુળ ગામ ખજુરીયાકલા રામ મંદિરની બાજુમાં તા.સાહમપુર જી. સીહોર (એમ.પી.) ની અટકાયત કરી હતી તથા તેમની પાસેથી લેપટોપ નંગ-05 કિ.રૂ.1,50,000/-, મોબાઇલ ફોન-15 કિ.રૂ. 75,000/- તથા રોકડા રૂપીયા-5,200/- મળી કુલ રૂ.2,30,200/- ના મુદામાલ કબ્જે કર્યો હતો.
વધુમાં મુખ્ય સૂત્રધાર ગણાતા બે આરોપીઓ ચેતનભાઇ કિશોરભાઇ પલાણ રહે. મોરબી, આશીષ વાસવાણી રહે. ભોપાલ બેરાગઢ (એમ.પી.) દરોડા દરમિયાન હાજર મળી આવેલ નથી તેથી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ-4,5 મુજબ મોરબી બી ડીવીજન પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.