પોલીસની મીઠી નજર નીચે ચલાતા મસમોટા સટ્ટા: સમાન્ય જુગારને ઝડપી વાહ વાહ મેળવતી પોલીસ સટ્ટોડીયા પર પોલીસ મહેરબાન: આઇપીએલથી અનેક થયા બરબાદ: લીસ્ટેડ જુગારની પોલીસ સાથેની સાંઠગાંઠ: લીંબડા ચોક અને જ્યુબિલી વિસ્તારના સટ્ટોડીયા સાથે પોલીસનું ગઠબંધન?
ઇન્ડિયન પ્રિમીયર લીગ (આઇપીએલ) ક્રિકેટ ટૂનાર્મેન્ટ એટલે ક્રિકેટ સટ્ટોડીયાઓ માટેની કાળી કમાણીની સિઝન ગણવામાં આવી રહી છે. આઇપીએલ ટૂનામેન્ટ દરમિયાન કરોડોનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે તે જગજાહેર બન્યું છે. રાજકોટમાં પણ કિકેટ સટ્ટાની સટ્ટાસટી બેરોકટોક અને બેફામ બની છે. તેમ છતાં પોલીસ દ્વારા ક્રિકેટ સટ્ટા પર દરોડા પાડવાની કાર્યવાહી સાઇડ લાઇન કરી દીધી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
આઇપીએલ ટૂર્નામેન્ટમાં પ્લેયરથી લઇ સામાન્ય પ્રજા રાતોરાત માલદાર બનાવાના હેતુસર સટ્ટો રમવામાં ગળાડુબ બન્યા છે. સટ્ટો રમનાર તો કયાંરેય કમાતો નથી પણ સટ્ટો રમાડનાર અને સટ્ટા સામે આંખ આડા કાન કરનાર પોલીસ જ કમાણી કરે છે તે નરી વાસ્તવીકતા છે.
આઇપીએલ ટૂનામેન્ટ શરૂ થયા બાદ પોલીસે ગણ્યા ગાઠયા સટ્ટાના સામાન્ય કેસ કરી સંતોષ માની પોતાની વાહ વાહ મેળવી છે. સટ્ટાના માસ્ટર માઇન્ડ ગણાતા લીંબડા ચોક અને જ્યુબીલી પાસેના સટ્ટાકીંગ પર પોલીસ કેમ દરોડો પાડતી નથી તેવો સવાલ થઇ રહ્યો છે.
લીંબડા ચોકના મીન રાશીનો શખ્સ બેરોકટોક અને બેફામ રીતે સટ્ટો રમાડી રહ્યો છે. એટલું જ નહી પણ પોતાના પર પોલીસની પુરી મહેરબાની હોવાનું છડે ચોક કહી રહ્યો છે. તેમજ પોતાની વસુલાત માટે પણ પોલીસનો ઉપયોગ કરતો હોવાનું જાણકારો કહી રહ્યા છે.
લીંબડા ચોકની જેમ મોચી બજાર ખાડામાં મેષ રાશીને પણ પોલીસ સાથે સાંઠગાંઠ રચીને ક્રિકેટ સટ્ટાનો કાળો કારોબાર ચાલુ કર્યો છે. આ શખ્સ પણ દરેક મેચમાં મોટી રકમની બેટીગ લેતો હોવાનું અને સપ્તાહમાં એક વખત વલણ ચુકવે છે. હારી જનાર પાસેથી નાણા વસુલ કરવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બંને શખ્સો પંટરો પાસેથી એડવાન્સમાં ડિપોઝીટ લઇ અમુક રકમ સુધી જ સટ્ટો રમાડી સેઇફ ગેઇમ રમાડે છે. તેમ છતાં કેટલાક માથાભારે પંટરોને દબાવવા પોલીસની બીક બતાવવામાં આવી રહી છે.
સમાન્ય વ્યક્તિઓ રાતો રાત ધનાઢય બનાવવાની લાલચમાં સટ્ટો રમીને પાયમાલ થઇ રહ્યા છે. ત્યારે સટ્ટાકીંગ અને પોલીસના ગઠબંધનના કારણે ક્રિક્ટે સટ્ટા પર દરોડા ન પડતા હોવાનું જાણકારો કહી રહ્યા છે. ક્રિકેટ સટ્ટામાં બરબાદ થયેલા અને આર્થિક ભીસના કારણે આપઘાતના બનાવમાં પણ નોંધપાત્ર વધારો થર્યાનું સુત્રો જણાવી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com