ભારત-પાકિસ્તાન વનડે ક્રિકેટ મેચ પર જુગાર રમાડતી વેળા ત્રાટકી પોલીસ: રૂ. ૬.૬૭ લાખનો મુદામાલ કબ્જે
કાળીયાબીડ વિસ્તારમાં સિહોરનો શખ્સ મકાન ભાડે રાખી બહારથી માણસો બોલાવી ટીવીમાં આવતી ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ દ્વારા ક્રિકેટ મેચના સોદા કરી હારજીતનો જુગાર રમતો હોવાની એલસીબી ટીમને મળેલી બાતમી આધારે દરોડો પાડતા સિહોરનો શખ્સ હાજર મળી આવેલ પોલીસે સટ્ટાના સાધનો અને રોકડ મળીકુલ રૂ. ૬.૬૮ લાખની મતા સાથે શખ્સની ધરપકડ કરી હતી.
કબીર આશ્રમ કાળીયાબીડમા આવેલ અંજની હાઈટસ નામના બિલ્ડીંગમાં ફલેટ નં. ૪૦૨ ભાડે રાખી તેમાં બહારથી માણસો બોલાવી ટીવીમાં આવતી એશિયા કપની ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ દ્વારા ક્રિકેટ મેચના સોદા કરી પોતાના આર્થિક લાભ માટે હારજીતનો જગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવતો હોય.
જેની ભાવનગર એલસીબી ટીમને જાણ થતા પોલીસે ઉપરોકત સ્થળે રેડ કરતા મેચ પર સટ્ટો રમી રમાડતા સિહોરના બુધા સુખાભાઈ મકવાણાની ધરપકડ કરી પોલીસે ટીવી સેટઅપ બોકસ, ક્રિકેટ મેચના સોદા લખેલી નોટબુક, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ. ૬૬૭૬૦૦નો મુદામાલ પોલીસને મળી આવતા તે કબ્જે કર્યો હતો.
આ બનાવ અંગે ઉપરોકત શખ્સ વિધ્ધમાં એલસીબી ટીમે એ.ડીવીઝન પોલીસ મથકમાં જુગાર પ્રતીબંધક ધારા હેઠળ ગુન્હોદાખલ કરાવ્યો હતો. જયારે આરોપીના કબ્જામાંથી મળેલ ક્રિકેટના સોદા લખેલી નોટબુકમાથી વધુ કેટલાક નામો મળી આવતા પોલીસે તેઓની પણ ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.