આઇપીએલમાં આન્દ્રે રસેલ દ્વારા કાળા કલરનું બેટ વાપરવામાં આવતા વિવાદ સર્જાયો અને ટીમ અને અમ્પાયર પણ શોક થઇ ગયા પણ ભૂતકાળમાં ક્રિકેટના બેટ દ્વારા અનેક વિવાદ સર્જાય ચૂકયા છે
ક્રિકેટ કોઈ દિવસ વિવાદથી દૂર નથી રહ્યું. અને એ કોન્ટ્રોવર્સીમાં બેટ પણ મોટો ભાગ ભજવી ચૂક્યું છે. જીહા.. ક્રિકેટ ઈતિહાસમાં બેટના કારણે વિવાદો સર્જાયા હોય તે કોઈ નવી વાત નથી. પણ હાલમાં જ યોજાયેલી બીગબેશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝના પ્લેયર આન્દ્રે રસેલ દ્વારા વ્હાઈટની જગ્યાએ કાળા કલરના બેટનો ઉપયોગ કરવામાં આવ્યો.
જેના કારણે વિરોધી ટીમ સહિત અમ્પાયર પણ શોક થઈ ગયા. વિરોધી ટીમ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આ બેટના ઉપયોગથી બોલનો રંગ બદલી જાય છે. પરંતુ આન્દ્રે રસેલ ક્રિકેટ ઈતિહાસનો કોઈ એક એવો બેટ્સમેન નથી, જેના બેટના કારણે ક્રિકેટમાં વિવાદનો વળાંક આવ્યો હોય. આ સિવાય પણ કેટલાક ક્રિકેટર્સ છે. જેમણે ભૂતકાળમાં પોતાના બેટથી વિવાદની સિક્સર મારી છે.
૧૭૭૧માં ઈન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત નહોતી થઈ ત્યારે મોન્સટર બેટનો પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો. બેટ સાથે રમનારા ખેલાડીનું નામ થોમસ વ્હાઈટ. થોમસ વ્હાઈટ સ્ટમ્પ ઢંકાઈ જાય તેવા પહોળા બેટનો ઉપયોગ કરતો હતો. વિરોધી ટીમ હેમ્બલ્ટન પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. અને થોમસ આઉટ નહોતો થઈ રહ્યો. આખરે કંટાળીને ટીમના સદસ્યોએ થોમસ વિરૂદ્ધ કમ્પલેન ફાઈલ કરી. આટલા મોટા બેટનો ઉપયોગ કરવા છતા થોમસની ટીમ પરાજીત થઈ ગઈ. તે પણ એક રન માટે. જે ટીમને ૨૧૮નો ટાર્ગેટ આપવામાં આવેલો હતો.
ડેનિસ લીલીનું એલ્યુમિલિયમ બેટ
૧૫ ડિસેમ્બર ૧૯૭૯માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ રમાય. ત્યારે બોલર ડેનિસ લીલી સંઘર્ષ કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમની પડખે આવ્યો. તે પણ એલ્યુમિલિયમ બેટ સાથે. ૧૨ દિવસ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે તેણે આ બેટનો ઉપયોગ કર્યો હતો, ત્યારે વિરોધનો વંટોળ નહોતો ઉઠ્યો, પરંતુ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ ડેનિસના એલ્યુમિલિયમ બેટનો વિરોધ કરતાની સાથે જ ડેનિસનું બેટ ક્રિકેટના ઈતિહાસમાં કલંકિત સાબિત થઈ ગયુ.
પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટીંગે કુકાબુરાના બેટનો ઉપયોગ કર્યો હતો. ૨૦૦૫માં બેટમાં મોટા પ્રમાણમાં કાર્બનનું પ્રમાણ હોવાની ફરિયાદો ઉઠી. બેટમાં લગાવવામાં આવેલી સ્ટ્રીપ બેટ્સમેન પોન્ટીંગને એક્સટ્રા પાવર આપી રહી હતી. જેના કારણે આ બેટને રદ્દ કરવામાં આવ્યું.
મેથ્યુ હેડેનના મોગુંસે મચાવ્યો તહેલકો
૨૦૧૦ની ઈન્ડિયન પ્રિમિયર લીગમાં ચૈન્નઈ સુપરકિંગ્સ તરફથી રમી રહેલા ઘાતક ઓપનર મેથ્યુ હેડેને તહેલકો મચાવ્યો. જ્યારે તેણે ગ્રાઉન્ડ પર મોંગુસ બેટનો ઉપયોગ કર્યો. બેટની સૌથી મોટી ખાસિયત તેની હિટીંગ હતી. જેના કારણે વિરોધી ટીમના બોલરો ખેલાડીને આઉટ કરતાકરતા પરસેવે રેબઝેબ થઈ જતા હતા.
ગેલના સ્પાર્ટનમાં હતું મેટલ ?
૨૦૧૫ની બીગ બેશ લીગમાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ ગોલ્ડન કલરના બેટથી મેદાનમાં ઉતર્યો હતો.
સ્પાર્ટન નામના આ બેટને લઈ વિરોધ ઉઠેલો કે, બેટમાં મોટા પ્રમાણમાં મેટલ ઉમેરવામાં આવ્યું છે.
પરંતુ એ સત્ય ન નીકળ્યું.
આ સિવાય છેલ્લે ડેવિડ વોર્નરના બેટનો વિવાદે હેડ લાઈન બનાવી હતી. જે ક્રિકેટ બેટના મૂળ માપ કરતા ઘણું જ મોટુ હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com