ભારતની 7 દિવસની મુલાકાતે આવેલાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહપરિવાર ભારત દર્શનનો આનંદ ઉઠાવી રહ્યાં છે.
ભારતની 7 દિવસની મુલાકાતે આવેલાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહપરિવાર ભારત દર્શનનો આનંદ ઉઠાવી રહ્યાં છે. જે અંતર્ગત તેઓ નવી દિલ્હી પહોંચ્યા છે. કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ ગુરૂવારના દિવસની શરૂઆત દિલ્હી સ્થિત જામા મસ્જિદની મુલાકાત સાથે કરી હતી. જસ્ટિન ટ્રુડો તેમની પત્ની સોફી ટ્રુડો તેમજ તેના ત્રણ બાળકો સાથે જામા મસ્જિદ પહોંચ્યા હતા. જે બાદ જસ્ટિન ટ્રુડો અને તેમના ત્રણ બાળકો દિલ્હીની મોર્ડન સ્કૂલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાનો પણ આનંદ ઉઠાવ્યો હતો.
ટ્રુડોએ પરિવારે કરી જામા મસ્જિદની મુલાકાત
ગુરૂવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પત્ની અને બાળકો સાથે દિલ્હી સ્થિત જામા મસ્જિદ જોવા પહોંચ્યા હતા. તેમની સાથે કેનેડાના ડિફેન્સ મિનિસ્ટર હરજીત સજ્જન પણ હતા. જયાં તેઓએ 30 મિનિટથી વધુનો સમય પસાર કર્યો હતો.
જામા મસ્જિદની બહાર ભારતીય મીડિયાએ તેમને ખાલિસ્તાન સમર્થક આતંકી જસપાલ અટવાલને ડિનર આમંત્રણ અને જસ્ટિનની પત્ની સોફીના અટવાલ સાથેનાં ફોટા અંગે સવાલો કર્યાં હતા. જો કે કેનેડાના વડાપ્રધાને આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું અને હસતાં હસતાં ત્યાંથી ચાલ્યાં ગયા હતા.