સૌરાષ્ટ્રના વિઘાર્થીઓ JEE પરીક્ષા પાસ કરી IIT અને દેશની ટોપ એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવે માટે આર્થિક રીતે પછાત પરંંતુ ભણવામાં હોશિયાર એવા વિઘાર્થીઓ માટે અમૂલ્ય તક
સૌરાષ્ટ્રના વિઘાર્થીઓ કે જે આર્થિક રીતે ચિંતિત છે. પરંતુ ભણવામાં હોશિયાર છે. એમના માટે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ અને ગુજરાત સ્કુલ ઓફ એકસલન્સના સંયુકત ઉપક્રમે ‘સુપર-40’ પ્રોજકટ શરુ કરવામાં આવી રહ્યો છે. પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે પછાત પરંતુ અભયાસમાં તેજસ્વી હોય તેવા બાળકો માટે તા. 15-7-2000 ગુરુ પૂર્ણિમાના દિવસથી જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેકટ અંતર્ગત ધોરણ 8 થી 1ર સુધીના અભ્યાસ અર્થે બાળકોને પ્રવેશ પરીક્ષા લઇ પસંદ કરવામાં આવે છ. દશ વર્ષે ધોરણ 8 માં આશરે ર0 થી રપ બાળકો પ્રવેશ મેળવે છે. આ પ્રોજેકટમાં અત્યાર સુધી ર3 બેચ અંતર્ગત 334 બાળકો લાભાર્થી રહ્યા છે. જેમાં એન્જીનીયરીંગમાં આશરે 91 વિઘાર્થીઓએ તેમજ મેડીકલ ક્ષેત્રે આશરે 48 બાળકોએ પ્રવેશ મેળવી કેરીયર બનાવેલ છે. સૌરાષ્ટ્રના વિઘાર્થીઓ JEE પરીક્ષા પાસ કરીને IIT અને દેશની ટોચની યુનિવર્સિટીઓમાં એન્જીનીયરીંગ માટે પ્રવેશ મેળવે અને સૌરાષ્ટ્રના વિઘાર્થીઓ ગઊઊઝ ની પરીક્ષા પાસ કરી દેશની ટોચની યુનિવર્સિટીઓમાં મેડીકલ ફેકલ્ટી અંતર્ગત પ્રવેશ મેળવે એ માટે આ પ્રોજેકટ શરુ કરવામાં આવી રહ્યો છે.
આ પ્રોજેકટ અંતર્ગત 40-40 વિઘાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે આ પ્રોજેકટ સંપૂર્ણ નિ:શુલ્ક છે. આર્થિક રીતે પછાત પરંતુ ભણવામાં હોશિયાર વિઘાર્થીઓને સુપર-40 અંતર્ગત પ્રવેશ આપવામાં આવશે. ધો. 10-11 ના ગુજરાત માઘ્યમ અને અંગ્રેજી માઘ્યમના વિઘાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
આ પ્રોજેકટને સફળ બનાવવા માટે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી, મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, અમીનેશભાઇ રૂપાણી, ભાવેશભાઇ ભટ્ટ, સ્પોર્ટ આપી રહ્યા છે. જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટ કમિટી ના જયેશભાઇ ભટ્ટ, હીમતભાઇ માલવિયા, સી.કે. બારોટ, ભારતીબેન બારોટ, ગીતાબેન તન્ના, મીરાબેન મહેતા, હસુભાઇ ગણાત્રા વિગેરે સહયોગ આપી રહ્યા છે.
આ પ્રોજેકટને સફળ બનાવવા માટે ગુજરાત સ્કુલ ઓફ એકસેલન્સના ચેરમેન નીતીનભાઇ ભારદ્વાજ, ભુપતભાઇ બોદર દ્વારા સપોર્ટ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમજ હર્ષદભાઇ પરમાર, ડો. દેવેન પાટણવારિયા સાથે તેમની તજજ્ઞની ટીમ સહાયક શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ એચ.એન. શુકલ કોલેજ તરફથી ડો. નેહલભાઇ શુકલ, સંજયભાઇ વાધર ની આગેવાનીમાં વિશાલભાઇ રાણપરા, કરિશમા રૂપાણી સેવા આપી રહ્યા છે.
ગુજરાત સ્કુલ ઓફ એકસેલન્સ તરફથી વિભૂતિ ત્રિવેદી, રિચા અગ્રવાલ, અદિત ઘેડીયા, બિલ્ડીંગ કાચ્છે ચિરાગભાઇ કોઠારી, હેમનભાઇ ભટ્ટ, શુભમભાઇ રાઠોડ, ધવલભાઇ વાળા વગેરે સેવા આપી રહ્યા છે. ચાણકય સ્કુલના પ્રિન્સીપાલ હર્ષિદાબેન અને રશ્મિબેન સેવા આપી રહ્યા છે.
પુજીત રૂપાણી ટ્રસ્ટ પ્રતિક વિધાર્થીનો ત્રણ લાખનો ખર્ચ ટ્રસ્ટ ઉપાડશે: વિજય રૂપાણી
પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ અને ગુજરાત સ્કુલ ઓફ એકસેલન્સ ના સંયુકત ઉપક્રમે ‘સુપર 40’ સેન્ટર ફોર એકસેલન્સ પ્રોજકટના લોન્ચીગ સમય પ્રેસ કોફરન્સમા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જણાવ્યું હતું કે આજે સ્વામી વિવેકાનંદ ના જન્મ જયંતિ અને પુજીત રૂપાણી ટ્રસ્ટની 1ર જાન્યુઆરી 1995 સ્થાપના કરવામાં આવી હતી. 30 વર્ષથી વધારે વર્ષથી આ સંસ્થા અનેક પ્રવૃતિ કરી રહી છે દર વર્ષે ધોરણ 8 માં આશરે ર0 થી રપ બાળકો પ્રવેશે મેળવે છે. આ પ્રોજેકટમા અત્યાર સુધી ર3 બેંચ અંતર્ગત્ 334 બાળકો લાભાર્થી રહ્યા છે.
જેમાં એન્જીનીયરીંગમાં આશરે 91 વિઘાર્થીઓઅ તેમજ મેડીકલ ક્ષેત્રે આશરે 48 બાળકો એ પ્રવેશ મેળવી કેરીયર બનાવેલ છે. હાલ આ પ્રોજેકટ અંતર્ગત ધોરણ 8 થી 1ર માં 85 બાળકો અભ્યાસ કરી રહયા છે. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ JEE પરીક્ષા પાસ કરી IIT અને દેશની ટોચની યુનિવર્સિટીઓમાં એન્જીનીયરીંગ માટે પ્રવેશ મેળવે અને સૌરાષ્ટ્રના વિઘાર્થીઓ ગઊઊઝની પરીક્ષા પાસ કરી દેશની ટોચની યુનિવર્સિટીમાં મેડીકલ ફેકલ્ટી અંતર્ગત પ્રવેશ મેળવે એ માટે આ પ્રોજેકટ શરુ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેકટ અંગર્ત 40-40 વિઘાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
આ પ્રોજેકટ હેઠળ ર000 બાળકો પરીક્ષા આપશે તેમાંથી 100 વિઘાર્થીઓ મેરીટ પ્રમાણ ચકાસણી કરવામાં આવશે ત્યારે પુજીત રૂપાણી ટ્રસ્ટની કમિટી મેમ્બર તે વિઘાર્થીની ઘરે જઇ ચકાસણી કરી જે હકિકતમાં આર્થિક પછાત વિઘાર્થીને પસંદ કરવામાં આવશે. સૌ પ્રથમ બિહારમાં આનંદકુમાર આ પ્રોજેકટ ચાલુ કર્યો હતો અત્યારે પુજીત રૂપાણી ટ્રસ્ટમાં તે માર્ગદર્શન અને મદદરુપ બનશે આ પ્રોજેકટની અંતર્ગત 1ર ફેબ્રુઆરીએ પરીક્ષા લેવામાં આવશે અને 3 એિ5્રલથી બેચનો પ્રારંભ થશે
સુપર 40 બેંચના JEE ના બેસ્ટ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવશે રોજની પાંચ કલાક કોચીંગ આપવામાં આવશે તેમજ દરરોજ રીવીઝન માટે ની સુવિધા તેમજ ગ્રુપ ડિસ્કશન દ્વારા ભણાવવામાં આવશે સ્માર્ટ બોર્ડ જેવી ઉચ્ચ ટેકનોલોજી દ્વારા ભણાવવામાં આવશે ગુજરાત સ્કુલ ઓફ એકસલન્સ શિવધારા રેસીડેન્સી (ગ્લોયલ ઇન્ડિયન સ્કુલ ખાતે શરુ કરાશે)