ક્રેડિટ લઈને ખર્ચા કરવા લોકોને ગમ્યા!!
અનેક પ્રોડક્ટની ખરીદીમાં ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ઓફરો મુકવામાં આવતી હોવાથી પણ મોટાભાગના પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી થવા લાગ્યા
હાલ લોકો ડિજિટલ બની રહ્યા હોય યુપીઆઈથી ટ્રાન્ઝેકશનમાં ધરખમ વધારા નોંધાયા છે. તેવામાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ રેકોર્સ સ્તરે પહોંચી રહ્યો છે. લોકો કરિયાણાથી લઈને ઘરના ભાડા સુધી ક્રેડિટ કાર્ડથી ચૂકવણા કરતા થઈ ગયા છે.
ક્રેડિટ કાર્ડ દ્વારા સરેરાશ માસિક ખર્ચ ત્રણ વર્ષમાં બમણો થઈ ગયો છે જે નાણાકીય વર્ષ 2019-20માં એક મહિનામાં રૂ. 60,000 કરોડ હતો જે નાણાકીય વર્ષ 22-23માં મહિને રૂ. 1.2 લાખ કરોડ થઈ ગયો છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટા દર્શાવે છે. આ વર્ષે મે મહિનામાં ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 1.4 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડને સ્પર્શ્યું હતું.
અન્ય વૈકલ્પિક સાધનો જેમ કે યુપીઆઈ, ડેબિટ કાર્ડ અથવા એનઇએફટી, આરટીજીએસ જેવા પ્લેટફોર્મ પર મજબૂત વ્યવહારો જોવા મળી રહ્યા છે તેમ છતાં, છેલ્લા એક વર્ષમાં ક્રેડિટ કાર્ડ ખર્ચમાં તીવ્ર વધારો જોવા મળે છે.
નિષ્ણાતો કહે છે કે અગાઉ અસ્તિત્વમાં ન હોય તેવી સંખ્યાબંધ ખર્ચની શ્રેણીઓમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે. આમાં મુસાફરી અને મનોરંજન, વૈભવી ખર્ચ, ભાડા જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે અને હવે શિક્ષણ ક્ષેત્રે પણ આનો ઉપયોગ વધતો જશે.
આ ઉપરાંત ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ભાગીદારી છેલ્લા દોઢ વર્ષથી દર મહિને 2-2.5 લાખ નવા ગ્રાહકો બનાવે છે, એમ તેમણે ઉમેર્યું. 30-40 વય જૂથમાં મોટી સંખ્યામાં નવા વપરાશકર્તાઓ કે જેઓ ભાગ્યે જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હતા તે હકીકત ઉપરાંત, હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે, અન્ય સાધનોની સરખામણીએ ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ તરફ આકર્ષિત કરી રહી છે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ ઉપર ડિસ્કાઉન્ટ ઓફર રાખવામાં આવી રહી હોય, લોકો તેનાથી પેમેન્ટ કરતા થયા છે.
ક્રેડિટ કાર્ડ એ લોન અને પેમેન્ટ વિકલ્પ સાથેનું 2-ઇન-1 માધ્યમ છે. લોકોને કોઈ પણ ખરીદીની ડાઉનપેમેન્ટની ચુકવણી સાથે લોન પણ ક્રેડિટ કાર્ડ ઉપર થઇ જતી હોવાથી લોકોનો અમુક વર્ગ તો ખાસ તે માટે ક્રેડિટ કાર્ડ વસાવે છે.