- જીવન કૌશલ્યના વિકાસ થવાથી વિદ્યાર્થીઓની વિચાર શક્તિ, અવલોકન શક્તિ, અને વર્ણન શક્તિ પ્રદર્શિત થાય : વર્ગખંડમાં બાળક ઘણું બધું શીખે છે પણ કૌશલ્ય હસ્તગત કરવાથી કંઈક નવું બનાવ્યું કે શીખવાની આનંદ મેળવે છે
- જીવન કૌશલ્ય શિક્ષણની એક અંતરંગ પ્રક્રિયા છે, તેના દ્વારા વિદ્યાર્થીઓ સામાજીક, બૌઘ્ધિક અને નૈતિકસ્તરે સફળતા મેળવીને સ્વસ્થ જીવન ગુજારી શકે છે
- આજના યુગમાં બાળકોની શારીરિક માનસિક સામાજિક અને સર્વાંગી ક્ષમતાને ઉજાગર કરવી જરૂરી: જીવન કૌશલ્યના વિકાસ થકી જ તેમના સ્વાવલંબન અને ચોકસાઈના ગુણ વિકસે છે
આજકાલ શાળાકિય લેવલે અભ્યાસ કરતાં છાત્રોમાં ઘણી જીજ્ઞાસાવૃતિ હોય છે, તેની વેદના સાથે સંવેદના સમજી શકે અને તેને સાચુ અને વૈજ્ઞાનિક આધારવાળુ સમાધાન આપી શકે તેવા શિક્ષકો કયાં છે, બાળમાનસનાં અભ્યાસુ શિક્ષક છાત્રને ભણતર સાથે ગણતર પણ શિખવે છે. છાત્રોના રસ, રૂચી, વલણોને ઘ્યાને લઇને જો શૈક્ષિણક કાર્ય થાય તો તે ચિરંજીવી બને છે.
છાત્રોની મનની સ્થિતિ, ઉશ્કેરાટ, તોફાન, ગુસ્સો, જીદી, ચિડીયો સ્વભાવ, એકલ વાયુ, નિરાશ સ્વભાવ જેવી ઘણી મુશ્કેલી બાળકોમાં જોવા મળે છે. બાળકોના માનસિક સ્વસ્થ જીવનમાં શાળા સંકુલ, શિક્ષકો તથા સહપાઠી મહત્વનો ફાળો આપી શકે છે, ટુંકમાં આવેગોમાં અનુકુલન સાધતા છાત્રો જીવન કૌશલ્યોના વિકાસ થકી શીખે છે. છાત્રોની સારી વસ્તુને બિરદાવો તો તે સંવેગાનુકુલ તરફ આગળ વધે છે. છાત્ર તેના સંવેગોને બરાબર જાણી લે તો જ તે તેના ઉ5ર કાબૂ મેળવી શકે છે. આમ જોઇએ તો પણ છાત્રોની સ્વભાવગત મર્યાદાઓ જ તેના વિકાસમાં આડ ખીલી રૂપ બનતી હોય છે.
છાત્ર પોતાની બુઘ્ધી અને વિચાર શકિતનો ઉપયોગ કરે અને તેના દ્વાર તર્કપૂર્વક કરતા શીખે તો તેનો સર્વાંગી વિકાસ થયો કહેવાય, છાત્રનું મગજ સતત ચિંતન કરતું રહે છે, તે કોઇપણ બાબતને કેન્દ્રમાં રાખીને સતત ચિંતન (વિચારો) કર્યા જ કરે છે, આ સમયે શિક્ષકની ભૂમિકા મહત્વની છે કે, તેને તેના વિકાસમાં મદદરૂપ થાય, માર્ગદર્શન આપે.
સંવેદનાનો અર્થ છે મનની કોઇપણ ઉશ્કેરાયેલી સ્થિતિ કે પછી એક અતિરેક ધરાવતું માનસિક સ્તર, સંવેદનાઓ આપણને પ્રેરણા પણ આપે છે અને આપણને હચમચાવી પણ નાંખે છે.સંવેદનાઓ આપણને પ્રેરણા પણ આપે છે અને આપણને હચમચાવી પણ નાંખે છે. આપણી શારીરિક પ્રક્રિયાઓનો સિધધો સંબંધ આપણી સંવેદનાઓ સાથે હોય છે. સંવેગો અને લાગણીઓની અસર આપણા શરીર ઉપર થાય જ છે. જેમ કે, જયારે આપણે ગુસ્સામાં હોઇએ ત્યારે આપણું માથુ દુ:ખે છે અને જો આપણે આનંદમાં હોઇએ, તો સ્વસ્થ્તા અનુભવીએ છીએ, આવા સંવેગો અથવા આવેગો આપણી જાણમાં હોય છે અથવા નથી પણ હોતા, ઘણીવાર આપણે બેઘ્યાન પણે ખુશ કે દુ:ખી થઇ જઇએ છીએ. માટે, જો સંવેગોને બરાબર જાણી શકાય, તો જ તેમના ઉપર કાબૂ કરી શકાય, અથવા તો તેમની સાથે અનુકૂલન સાધી શકાય.
ખાસ કરીને બાળકોને જો તેમના સંવેગો સાથે અનુકૂલન સાધતા શીખવવામાં આવે, તો તેમનુ રોજીંદુ જીવન ઘણું સરળ બની રહે છે. આથી વિરૂઘ્ધ સંવેગાનુકૂલન ન કરી શકતા બાળકો ચિઢીયા, જીદ્દી, તોફાની, ગુસ્સાવાળા, એકલવાયા અથવા નિરાશ સ્વભાવના બની જતાં હોય છે. આ સ્વભાવગત મર્યાદાઓ તેમના વિકાસમાં આડખીલીરૂપ બને છે. આમ થતાં અટકાવવા માટે સંવેગાનુકૂલન તેમને શીખવવું જરૂરી બને છે. આ શીખવવા માટે શિક્ષકો, વકીલોએ બાળકોને સ્વનિયંત્રણ જરુરી છે, જેમાં ણી ધીરજની જરુર પડે છે. બાળકોને એ સમજાવવામાં આવે, કે સંવેગોમાં તણાઇ જવાથી શું ગેરકાયદા થાય છે અને તેના અનુકુલનથી શું લાભ છે, તો તેઓ સંવેગાનુકૂલન તરફ આગળ વધી શકે છે. વળી , તેમના આ કૌશલ્ય વિકસાવવાના પ્રયત્નોને બિરદાવવાથી પણ તેઓ તે તરફ વધુ પ્રેરાય છે. જેમ કે, જો બે વિઘાર્થીઓ ઝગડતા હોય અને શિક્ષકના સમજાવવાથી શાંત થઇને એકબીજાની માફી માંગે, તો બન્નેના વખાણ કરવાથી તેમની ગુસ્સા ઉપર કાબૂ મેળવવાની પ્રક્રિયાને પ્રોત્સાહન મળે છે.
વધુમાં, વિઘાર્થીઓ પોતાના સંવેગોને જાતે સમજે, તે માટે તેમને લાગણીઓને વ્યકત કરતાં શબ્દો અને વાકયો વારંવાર, સ્પષ્ટ રીતે વાપરતાં શીખવવું જોઇએ. દા.ત. જો કોઇ બાળક બેચેન હોય, તો તેને પોતાની બેચેની પાછળની લાગણી સમજવામાં મદદ કરવી જોઇએ, તે લાગણી દુ:ખ, હતાશા, નિરાશા અથવા તો અસુખ હોઇ શકે, આવી રીતે સ્પષ્ટ લાગણી જાણ્યા બાદ જ બાળક તેના હલ તરફ આગળ વધી શકે છે. તે સિવાય, બાળકોને અસરકારક રીતે વાત કરતાં, પોતાની લાગણી પ્રદર્શિત કરતાં, બીજાની લાગણી સમજતાં અને ખાસ તો પરિસ્થિતિની માંગ ઓળખતાં શીખવાડવું જોઇએ, જેથી તે દરેક પરિસ્થિતિમાં પોતાના બદલાતા સંવેગો સાથે અનુકુલન સાધીને સ્વસ્થ રહી શકેે જેમ કે, જયારે કોઇ તેજસ્વી વિઘાર્થી મહેનત કર્યા બાદ બીજા ઓછા હોશિયાર, ચોરી કરીને પાસ થનારા વિઘાર્થીને જોઇને નિરાશ થઇ જાય, ત્યારે તેની એ નિરાશા દૂર કરવા વાલી-શિક્ષકે સૌ પ્રથમ તેને પરિસ્થિતિનો સ્વીકાર કરતા શીખવવું જોઇએ અને પછી તેને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે ઉપસ્થિત વિકલ્પો અંગે વિચારવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ, જો તેનામાં આ રીતે સંજોગોને પહોંચી વળવાનું કૌશલ્ય હશે તો તે જીવનમાં મોટી મુશ્કેલીઓનો પણ હિંમતભેર સામનો કરી શકવા સમર્થ બનશે.
આમ, જીવનકૌશલ્ય શિક્ષણની એક અંતરંગ પ્રક્રિયા તરીકે સંવેગાનુકુલન વણાઇ ગયું છે. તેનાથી શાળાકીય શિક્ષણની ગુણવતા પણ મજબૂત બને છે. આ કૌશલ્ય દ્વારા વિઘાર્થીઓ સામાજીક, બૌઘ્ધિક અને નૈતિક સ્તરે સફળતા મેળવી શકે છે અને સ્વચ્છ જીવન ગુજારી શકે છે.
સંવેદનાનો અર્થ
મનની કોઇપણ સ્થિતિ કે પછી એક અતિરેક ધરાવતું માનસિકસ્તર એજ સંવેદનાનો અર્થ છે, જો સંવેગોને બરાબર જાણી શકાય, તો જ તેમના ઉપર કાબૂ કરી શકાય, અથવા તો તેમની સાથે અનુકૂલન સાધી શકાય છે.