સફળ લોકો વધારે કામ કરીને નહીં પણ દરેક કામને અલગ રીતે કરતા હોય છે એટલા માટે તેઓ સફળ હોય છે. કારકિર્દી બાબતે આપણે સહુએ અભ્યાસની સાથે સાથે જ ખૂબ જ સજાગ રહીને ઉજ્જવળ તકો મેળવી શકીએ એવા પ્રયત્નો કરવા જોઈએ. ભણતરની સાથે સાથે કારકિર્દીના વહેતા પ્રવાહમાં વહી જવું એના કરતાં અલગ દૃષ્ટિકોણ કેળવીને ગમતું કાર્ય કરીએ તો સફળતાની શક્યતામાં ચોક્કસપણે વધારો થાય ઉપરાંત કામની ગુણવત્તાનાં ધોરણો ઉત્કૃષ્ટ બની શકે. કોઈ પણ વ્યક્તિને ગમતું કામ કરવાની તક સાંપડે તો તેઓ કામને કામ તરીકે નહીં, પણ અંગત રસ દાખવીને પાર પાડશે અને કામનો આનંદ પણ માણશે જ એ સ્વાભાવિક છે . ધારો કે કોઈને ક્રિકેટ રમવાનો શોખ અને ક્રિકેટને કારકિર્દી તરીકે અપનાવે છે તો પછી ક્રિકેટ એ જે તે વ્યક્તિ માટે રમત ન રહેતાં જીવનનું અવિભાજ્ય અંગ બની જાય છે અને એમાં ચલાવી લેવાની વૃત્તિ સહેજ પણ નથી હોતી.

ગમતા કામમાં સરળતાથી સફળતા મેળવી શકાય અને કોઈ જાતના માનસિક થાક વિના સતત પ્રગતિની દિશામાં આગળ ધપી શકાય. અત્યારના સમયમાં સર્જનાત્મક વિશ્વમાં ડોકિયું કરીએ તો કારકિર્દીની અઢળક તકો ખુલ્લી છે, જેમાં ઇચ્છા મુજબ ગમતું કામ કરીને શ્રેષ્ઠતમ આપી શકાય અને ધાર્યું પરિણામ પણ મેળવી શકાય તસ્વીરકલા એ પોતાના આગવા

દૃષ્ટિકોણનો ઉપયોગ કરીને દુનિયા સમક્ષ કઈક નવું 2જૂ કરવાનો ઉમદા વિકલ્પ કહી શકાય . આ ક્ષેત્રે તમે  તમારા આગવા દ્રષ્ટિકોણના રાજા છે. જો તમે  અલગ રીતે જોવાની અને એને

કેમેરામાં અલગ રીતે કંડારવાની કળા જાણો છો તો ચોક્કસપણે આ કળામાં હાથ અજમાવી શકો છો. પોતાના સમયે પોતાની  ઢેબે કામ કરીને ઉજ્જવળ કારકિર્દી ઘડી શકો છો સાથે સાથે નામ પણ કમાઈ શકો છો. કેમેરાના માધ્યમ થકી ફોટોગ્રાફી અને ફિલ્મમેકિંગ બંને માટે  અઢળક તકો ખૂલ્લી છે. બસ , શરત એટલી જ કે અહીં સ્થાન બનાવવા માટે  અલગ દષ્ટિકોણની જરૂર પડશે જ.

તસવીરકળામાં ત્વરિત પૈસા મેળવવા માટે લગ્ન પ્રસંગ જેવી પ્રાસંગિક ફોટોગ્રાફી કરીને શરૂઆત કરી શકાય જે લગ્નની સિઝન દરમ્યાન ચોક્કસપણે કમાણી આપી શકે, પણ ખરેખર સંતોષકારક અને સર્જનાત્મક કામ કરીને કારકિર્દીનું ઘડતર કરવું હોય તો અલગ છે દિશામાં અલગ દષ્ટિકોણ કેળવવો પડે. તસ્વીરકળામાં વન્યજીવોની તસવીરો લેવાનો શોખ ધરાવતા મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત કે આ પ્રકારનો શોખને કારિકર્દીમાં બદલવો એ સતત મહેનત માંગી લેતુ કામ છે.

ધીરજ અને ખંતપૂર્વક આ પ્રકારનું કામ સતત કરવામાં આવે તો ધાર્યા કરતાં સારું પરિણામ ચોક્કસ મળી શકે છે. વિવિધ વનવગડામો અને જંગલોને સમજીને એને તસવીરોમાં કંડારવા સાથે સાથે સાચી માહિતીનો ગહન અભ્યાસ કરીને યોગ્ય નોંધ કરવી ત્યાર બાદ આ દસ્તાવેજીકરણ કરેલી ઘટનાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ યોગ્ય આર્થિક કિંમતે વેચી શકાય છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં વિવિધ મેગઝિન્સ, વેબ પોર્ટલ્સ જે ચોક્કસપણે આ વિષય પર કામ કરતા હોય તેઓને આવી ઘટનાઓની ખૂબ જ માંગ કહે છે. દેશભરનાં જંગલોમાં છાશવારે અવનવી આશ્ચર્યજનક    ઘટનાઓ બનતી રહે છે. વન્ય જીવોનાં અભયારણ્યની આસપાસ આવેલા રિસોર્ટ્સ. આ અભયારણ્યોનું બુકીંગ કરાવી આપતો વેબ પોર્ટલ્સ એરલાઇન્સ વગેરેની જાહેરાત આપે આ પ્રકારની કળાને ખરીદતા હોય છે . આ ઉપરાંત ફોટોગ્રાફીમાં જ પ્રાદેશિક વાર્તાઓનું દસ્તાવેજીકરણ આપણી સંસ્કૃતિને જાણવાનો મોકો તો આપે જ છે સાથે સાથે યોગ્ય રીતે કામ કરવામાં આવે તો એના દ્વારા ટ્રાવેલ ફોટો બ્લોગર – બ્લોગર બનીને પણ આર્થિક ઉપાર્જન કરી શકાય . ઉદાહરણ તરીકે ગુજરાતનું પુરાતત્વીય દસ્તાવેજીકરણ, ગુજરાતનાં ગ્રામ્યજીવનનું દસ્તાવેજીકરણ , ગુજરાતનાં ઉત્સવોનું દસ્તાવેજીકરણ, ગુજરાતના વિવિધ પ્રાંતનાં લોકોની જીવનશૈલીનું દસ્તાવેજીકરણ, ગુજરાતનાં  ઉત્સવોનું દસ્તાવેજીકરણ વગેરેને ડિજિટલ માધ્યમમાં કંડારીને વિવિધ વેબ પોર્ટલ્સ , મેગેઝિન્સ , અખબાર , ટેલીવિઝન ચેનલ્સ જેવા માધ્યમોને સરળતાથી વેંચી શકાય છે.

સર્જનાત્મક ક્ષેત્રે પારંગત બનવાની કોઈ જ ગુરૂ ચાવી નથી હોતી પણ પોતાનાં અલગ દ્રષ્ટિકોણથી જ પોતાની આગવી ઓળખ બનાવવી એ જ શ્રેષ્ઠ રસ્તો છે . વિવિધ સંસ્થાઓ આ ક્ષેત્રે સહયોગ આપે છે ગુજરાત રાજ્ય લલિતકળા અકાદમી પણ તસવીરોનું પ્રદર્શન કરવા માટે આર્થિક સહાય આપે છે. આવી યોજનાઓનો લાભ લઈને આ ક્ષેત્રે કારકિર્દીની તકો ચોક્કસપણે ઊભી કરી શકાય . શરૂઆતમાં એક સારો વ્યવસાયિક કેમેરા ખરીદીને શરૂઆત કરી શકાય . આ ક્ષેત્રે કામ કરવા માટે કોઈ ઑફિસ કે સ્થળની જરૂરિયાત હોતી નથી. કેમેરાની બેગ એટલે હરતી ફરતી ઑફિસ જ સમજી શકો . જાતે જ આવા અલગ અલગ વિષય પર કામ કરીને આખે આખું પુસ્તક સર્જી શકો છો, અને ત્યાર બાદ અને પ્રસિદ્ધ કરી શકો છો . માત્ર તસ્વીરકળા જ નહીં પણ આ જ રીતે ચિત્રકળા, લેખનકળા , સંગીત, ગાયકી, વક્તૃત્વકળા વગેરે જેવા વિષયોમાં પોતાનાં આગવા દષ્ટિકોણનું સિંચન કરીને કંઈક નવું જ સર્જન કરી શકો છો.

 ફોટોગ્રાફી શીખવતી સંસ્થાઓ

( 1 ) ગુજરાત કોલેજ ઓફ ફોટોગ્રાફી, સુરત

( 2 ) ગુજરાત વિદ્યાપીઠ , આશ્રમરોડ, અમદાવાદ

(3) લાઈટ એન્ડ લાઇફ એકેડમી , ટી , તામિલનાડુ

( 4 ) જવાહરલાલ નહેરૂ આકિટેક્ટર એન્ડ ફાઈન આર્ટ્સ યુનિવર્સિટી હૈદરાબાદ

(5)  AJ Kidwai Mass Commur cation Research , Deshi

( 6 ) એનિશયન એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ( AAF) ઉત્તરપ્રદેશ

( 7 ) ઓસમાનિયા યુનિવર્સિટી , હૈદરાબાદ

( 8 ) નેશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન , અમદાવાદ

( 9 ) સર જે.જ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઈડ આર્ટ્સ , મુંબઈ

( 10 ) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોટોગ્રાફી , મુંબઈ.

 કોર્સિસ :

પ્રોફેશનલ ફોટોગ્રાફી કોસ ,વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કાર્સ , ફેશન ફોટોગ્રાફી કોર્સ , ટ્રાવેલ ફોટોગ્રાફી કોર્સ , ફોટોજર્નાલિઝમ ફોટોગ્રાફી કોર્સ , પ્રોડક્ટ ફોટોગ્રાફી કોર્સ ,” B.Sc. ફિલ્મ એન્ડ ફોટોગ્રાફી,  પીજી ડિપ્લોમા ફોટોગ્રાફી , ડિપ્લોમા ઇન ફોટોગ્રાફી વીડિયોગ્રાફી , ડિપ્લોમા ઇન વેડિંગ ઇવેન્ટ્સ ફોટોગ્રાફ , ડિપ્લોમા ઇન ટ્રાવેલ એન્ડ નેચરલ ફોટોગ્રાફી

ટૂંકમાં આગવી ઓળખ બનાવવા માટે ગમતા વિષય પર કામ કરીને કારકિર્દીમાં સફળતા તો મેળવી જ શકો પણ એક નવો જ ચીલો ચાતરી શકો છો . બસ , વિચાર સાવ જ નવો અને અનોખો હોવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.