2 મિનિટ 50 સેકન્ડમાં પૂર્ણ કરાયેલા ગાયત્રી ચાલીસાનું કમ્પોઝીશન તથા સંગીત પણ ઓમ દવે દ્વારા  કરવામાં  આવ્યું છે

રાજકોટના જ સંગીતકાર , ગીતકાર , ગાયક ઓમ દવે ધ્વારા સુપરફાસ્ટ ગાયત્રી ચાલીસાનું સર્જન કરવામાં આવેલ.આ ગાયત્રી ચાલીસા ત્રણ મીનીટની અંદર એટલે કે 2 મીનીટ અને 50 સેક્ધડમાં પૂર્ણ કરી દેવામાં આવેલ.

આ સુપરફાસ્ટ ગાયત્રી ચાલીસા નું કમ્પોઝીશન તેમજ સંગીત ઓમ દવે ઘ્વારા જ કરવામાં આવેલ રાજકોટ જંકશન પ્લોટ ખાતે આવેલ સિધ્ધ ગાયત્રી શકિતપીઠના પૂજય ગુરૂદેવ  સ્વરૂપાનંદજી ’માળી ’ની પધરામણી ઓમ પ્રદિપભાઈ દવે ને ઘરે કરવામાં આવેલ ત્યારે, આ સુપરફાસ્ટ ગાયત્રી ચાલીસા તેમણે ધ્યાનથી રસપૂર્વક સાંભળી અને ઓમ દવેને આશિર્વાદ આપતા જણાવ્યું કે , આ ગાયત્રી ચાલીસા ખરા અર્થમાં સકારાત્મક ઉર્જાથી ભરપૂર છે.

ઓમ દવે વધુમાં જણાવે છે કે , આ પ્રકારની સુપરફાસ્ટ ગાયત્રી ચાલીસા બનાવવાનો હેતુ કોઈ પ્રકારના રેકોર્ડ માટે નથી, પરંતુ અત્યારની સુપરફાસ્ટ જીવનશૈલીને અનુરૂપ અત્યારના કળયુગના યંગસ્ટર્સ સુધી આપણી ધાર્મિક સંસ્કૃતિ , આપણા શાસ્ત્રો પહોંચે તેમજ તેને સાંભળે અને અનુસરે તેવા નમ્ર પ્રયાસરૂપે આ સુપરફાસ્ટ ગાયત્રી ચાલીસાનું સર્જન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.