૭૦ હજાર કરોડના ખર્ચે ૬ સબમરીન બનાવવા ભારત સરકારે કામગીરી આગળ ધપાવી

ભારત-પાકિસ્તાન સરહદ અને ચીન સરહદ ઉપર તંગદીલી છવાઈ છે. તેવામાં ચીન દ્વારા સતત યુદ્ધની ધમકીઓ મળી રહી છે અને ચીન ભારતીય દરિયાઈ સરહદમાં ઘુસણખોરી કરતું હોવાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે દરિયાઈ સીમાને સુરક્ષીત કરવા માટે ભારતે ગંભીરતા દાખવી છે. આ કામગીરીના અંતર્ગત લાંબા સમયથી વિલંબમાં પડેલા સબમરીન બનાવવાના કામની શ‚આત કરવામાં આવી છે.

દરિયાની અંદર રહીને સુરક્ષાના તમામ પાસાઓમાં સબળ એવી સ્ટીલ સબમરીન બનાવવા માટે ફ્રાન્સ, જર્મની, રશીયા, સ્વીડ્ન, સ્પેન અને જાપાન સહિતના દેશો સાથે વાતચીત થઈ છે. જેમાં કુલ ૬ શીપ બિલ્ડર ગ્રુપ દ્વારા સહયોગ આપવામાં આવશે અને ટૂંક સમયમાં સબમરીન બનાવવાની કામગીરી ભારતના શીપ યાર્ડમાં શ‚ પણ થઈ જશે.

૨૩૬૫૨ કરોડના ખર્ચે તૈયાર થનારી સબમરીન ૨૦૨૧ સુધીમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. જો કે, ૨૦૨૧ બાદ ૧૩ સબમરીન સમારકામ અને અપગ્રેડ કરવા માટે નિવૃત થવાની છે. જેના પરિણામે સબમરીનની ઘટ યથાવત રહે તેવી શકયતા છે. હાલના કરારો પ્રમાણે ભારતને કુલ ૧૮ ડિઝલ ઈલેકટ્રીક સબમરીન અને ૬ ન્યુકલીયર ધરાવતી સબમરીન મળે તેવી સંભાવના છે જે ચીન અને પાકિસ્તાનને અંકુશમાં રાખવા માટે ખુબ મહત્વની પૂરવાર થશે.

ભારતીય સેનાને આધુનિક બનાવવા માટે સરકાર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. આધુનિકરણ માટે બજેટમાં પણ વિશેષ જાહેરાતો થઈ છે. આ કામગીરી અંતર્ગત જ હવે સબમરીનનું નિર્માણ પણ શ‚ થવાનું છે. આ છ સ્ટીલથ સબમરીન માટે કુલ ૭૦ હજાર કરોડનો ખર્ચ થશે અને રશીયા, ફ્રાન્સ, જર્મની સહિતના દેશોની કંપનીઓ સબમરીનની નિર્માણમાં કામગીરી કરવાની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.