- કલ્પેશ ટ્રેડીંગ પેઢીની સંચાલકની જાણ બહાર
- એ ડીવીઝન પોલીસમાં છેતરપિંડીનો નોંધાતો ગુનો: સી.એ. અને વેપારીની શોધખોળ
રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ પાસે મહમદીબાગના ગેઇટ પાસે કલ્પેશ ટ્રેડીંગ નામના ભંગારના ધંધાર્થીના જીએસટી નંબરના આઇ.ડી. પાસવર્ડ મેળવી રૂ. 1ર.77 કરોડના ખોટા બીલો બનાવી કૌંભાડ આચરનાર સી.એ. અને ભંગારના ધંધાર્થી સામે છેતરપીંડી અને ઠગાઇની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ કોટડા સાંગાણી તાલુકાના અટડોઇ ગામના વતની અને હાલ અંબિકા ટાઉનશીપમાં નંદન હીલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા કલ્પેશ મોહનભાઇ રાણપરીયા નામના વેપારીએ સી.એ. ગૌરવ કીરીટ પીઠડીયા અને ભંગારના ધંધાર્થી અક્ષય જેન્તી પીપળીયા એ જીએસટીના પાસવર્ડ આઇ.ડી. મેળવી રૂ. 1ર.77 કરોડના ખોટા બીલના વ્યવહાર કર્યાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં કોઠારીયા સોલવન્ટ મહમદીબાગના ગેઇટ પાસે કલ્પેશ ટ્રેડીંગ નામનો ડેલો આવેલો છે. અને ભંગારનું લે-વેંચ કરે છે.
આજથી અઢી વર્ષ પહેલા ઢોલરા ગામે ભંગારની લે-વેચ દરમ્યાન અક્ષય પીપળીયા પાસેથી આઠ લાખનો બીડનો ભંગાર ખરીદ કર્યો હતો. તે રકમ ચુકવવા આઠ લાખનો ચેક આપ્યો હતો. માલ ખરાબ હોવાથી ચાર લાખનો ભંગાર પરત આપ્યો હતો. બાદ ધંધો બરાબર ચાલતો ન હોવાથી સ્ક્રેપના કામકાજ અર્થે મુંબઇ ગયો હતો ત્યાં થોડો સમય સ્ક્રેપનો ધંધો કરી એક વર્ષ બાદ પરત રાજકોટ આવ્યો હતો.કલ્પે ટ્રેડીંગ નામની પેઢીનો કામકાજ સી.એ. ગૌરવ પીઠડીયા સંભાળતા હોય અને તેની ઓફીસ ગોંડલ રોડ પર જીમ્મી ટાવરમાં ખાતે આવેલ હોવાથી ત્યાં ગયો હતો. અને પેઢીના જીએસટી નંબરના પાસવર્ડ અને આઇડી માંગતા તેઓએ કરેલ માર્ચ-2023 માં અક્ષય પીપળીયા મારી પાસે આવેલા અને કલ્પેશભાઇનું અકસ્માત થયેલ છે. તેઓના જીએસટીના આઇડી પાસવર્ડની જરુર છે. તેઓને કરેલ કે 10 હજાર ફ્રી પેટે લેવાના બાકી છે. તમો રકમ આપો તો પાસવર્ડ આઇડી આપું આથી અક્ષયે પ હજાર આપ્યા હતા. બાદ અક્ષય પીપળીયાને જીએસટીના આઇડી પાસવર્ડ માંગતા તેઓએ કહેલું મારી પાસે નથી.તમારે મને આઠ લાખ આપવા ન પડે જેથી તમો ખોટું બોલો છો. બાદ 1 માસ બાદ પાસવડ આઇડી નંબર પરત આપ્યા હતા.મિત્ર પરેશભાઇ મારફતે સી.એ. પાસે ચેક કરાવતા માર્ચ-2023 થી ઓગષ્ટ 2023 સુધીમાં અક્ષય પીપળીયા એ કલ્પેશ ટ્રેડીંગ નામની પેઢીમાંથી રૂ. 1ર.77 કરોડના ખોટા બીલો બનાવી વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી આચર્યુ જણાવ્યું હતું.એ ડીવીઝન પોલીસે સી.એ. અને ભંગારના ધંધાર્થી સામે ઠગાઇનો ગુનો નોંધી પી.આઇ. આર.જી. બારોટ બન્ને શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.