કેન્દ્ર સરકારનાં હાઇવે વિભાગ દ્વારા પંજાબનાં ભર્ટીડાથી ગુજરાતનાં કંડલાને જોડતા નવા ગ્રીનફિલ્ડ ફોર લેન હાઇવે પ્રોજેકટ સહીતના જુદા જુદા પાંચ પ્રોજેકટ દ્વારા ર૦૦ કિલોમીટર સુધીનું અંતર ઘટાડી વાહન ચાલકોમાં સમય અને ખર્ચમાં બચત કરાવવા મહત્વપૂર્ણ હાઇવે બનાવવાની યોજનાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

કેન્દ્રના હાઇવે મીનીલ્ટરી દ્વારા નવા ગ્રીનફિલ્ડ ફોરલેન હાઇવે પ્રોજેકટ અંતર્ગત  ભટીંડા-કંડલા, ભટીંડા- અજમેર, રાઇપુર વિશાખાપટ્ટનમ, ચેન્નઇ- સેલમ અને અંબાલા-કટપુતલી વચ્ચે નવા હાઇવે પ્રોજેકટ શરુ કરવામાં આવશે આ પ્રોજેકટને કારણે ખાસ કરીને બે શહેરોને જોડતા અંતરમાં ર૦૦ કિલોમીટર જેટલો ઘટાડો થવાની સાથે ઓછા ખર્ચ નવા હાઇવે નિર્માણ કરી વચ્ચે આવતા અંતરીયાળ વિસ્તારોને વિકસીત કરવામાં આવશે.

નવા હાઇવે પ્રોજેકટને કારણે જે તે શહેરમાંથી નવો માર્ગ પસાર થતા દુર-દરાજના ગામોની જમીનની કિંમતમાં વધારો થશે ઉપરાંત હાઇવેને આવા દુર્ગમ વિસ્તારોની કનેકટીવીટીમાં વધારો થતાં હોવાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

વધુમાં કંડલા ભટીંડા વચ્ચેના નવા હાઇવેને કારણે હાલનું ૧૧૦૦ કિલોમીટરનું અંતર ધરીને ૯૦૦ કીલોમીટર થઇ જશે. અને આ નવા રુટ હેઠળ ભટીંડાથી કંડલા વચ્ચેનો હાઇવે વાયા હનુમાનગઢ, બીકાનેર, જોધપુર, બાડમેર અને રાજસ્થાનના સાંચોરથી પસાર થશે અને ઓછા ખર્ચ નિર્માણ થનાર આ ગ્રીન ફીલ્ડ હાઇવેથી નવા વિસ્તારોમાં વિકાસના દ્વાર ખુલશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.