નિત્યાનંદે ઇકવાડોર પાસે ટાપુ ખરીદીને સનાતા હિન્દુ ધર્મીઓ માટે નવો કૈલાસ દેશ બનાવવા તજવીજ હાથ ધરી છે
ભારતમાં પોતાને ઇશ્ર્વરીય અવતાર ગણાવી સ્વયંભુ દેવ જાહેર કરનાર સ્વામી નિત્યાનંદ એ એક આખું ટાપુ ખરીદીને તેને સ્વાયત દેશ બનાવીને તેનું નામ કૈલાસ રાખી દીધું છે. આ દેશની માન્યતા મેળવવા માટે યુનોમાં તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. દુષ્કર્મના આરોપ પછી દેશ મુકીને ગાયબ થઇ ગયેલા બાલા નિત્યાનંદ હવે એક દેશના માલીક બની ગયા છે અને જયારથી નિત્યાનંદ દેશ મુકીને ફરાર છે ત્યારથી તેને શોધખોળ થઇ રહી છે. પરંતુ હવે જગત સમક્ષ આવ્યું છે. સ્વામીએ પોતાનો એક દેશ બનાવી લીધો છે. અને આ દેશનું નામ કૌલાસ રાખ્યું છે.
નિત્યાનંદ જે કૈલાસ દેશ બનાવ્યાો છે તેની એક વેબસાઇડ સફશહફફતફ.ઘછૠ. માં આ અંગે લખ્યું છે. કે કૈલાસ એક એવું દેશ છે જયાં કોઇપણ મર્યાદા વગર હિન્દુઓ માટે બનાવવામાં આવેલા દેશ છે. અહી એવા હિન્દુઓ માટે દરવાજા ઉધાડા રાખવામાં આવ્યા છે કે જે પોતાના દેશમાં હિન્દુ હોવાના અધિકાર ગુમાવી ચુકયા હોય વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે કૈલાસ દેશની પરીકલ્પના અમેરિકામાં કરવામાં આવી હતી. જેનું નિર્માણ સનાતન ધર્મની રક્ષા માટે કરવામાં આવ્યું છે. નિત્યાનંદના આ દેશમાં પોતાની સરકાર છે જેમાં કેટલાંય વિભાગો છે પછી તે ગૃહ વિભાગ હોય કે નાણા વિભાગ
વેબસાઇટ પર આપવામાં આવ્યું છે કે તેમનો હેતુ હિન્દુધર્મની રક્ષા કરવી અને માનવતા પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે. અવતારી પુરુષ નિત્યાનંદના વખાણમાં પણ વેબસાઇટ પર ઘણું બધુ લખાયું છે. જેમાં લખવામાં આવ્યું છે કે નિત્યાનંદ કૈલાસ ને ફરીથી જીવંત કરનારા સાધુ છે ગુજરાત પોલીસ તરફથી નિત્યાનંદની તલાશ કરવામાં આવી રહી છે. પરંતુ ઇન્ટરપોલનો હજુ સુધી સંપર્ક કરાયો નથી. નિત્યાનંદે બનાવેલો આદેશને પોતાના પાસપોર્ટ, રાષ્ટ્રઘ્વજ, સરકારી વિભાગો શાળા બધુ જ છે. આ સાથે સાથે હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ ધર્મ અને તેનાથી જોડાયેલી અનેક વિગતો વેબસાઇટ પર મુકવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નિત્યાનંદ સ્વામી સામે કર્ણાટકમાં બળાત્કાર અને અપહરણના કેસ દાખલ થયેલા છે તો તાજેતરમાં ગુજરાતમાં પણ ઉત્પપીડનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
નિત્યાનંદ સ્વામીની કાનુની નિષ્ણાંત ટીમ યુનોમાં કૈલાસને સ્વાયત રાષ્ટ્રની માન્યતા માટે કામ કરી રહી છે. સ્વામીએ કરેલી અરજીમાં ભારતમાં પોતાના જીવનું જોખમ અને તેમનો હેતુ હિન્દુ વિચારધારામાં પ્રચાર-પ્રસારમાં હોવાનું જણાવાયું છે. અનેક ફોજદારી કેસોનો સામનો કરી રહેલી નિત્યાનંદ ફરીથી હિન્દુ રાષ્ટ્રની જાહેરાત કરીને સમાચારોમાં છવાયા છે જે હિન્દુઓને પોતાના દેશમાં અધિકારો ન મળતા હોય તે તમામને કૈલાસમાં વસાવવાની જાહેરાત કરી છે.
નિત્યાનંદે ઇકવાંડોર પાસે એક ટાપુ ખરીદીને કૈલાસ વસાવ્યું છે અને તેનું સ્વાયત બંધારણ અને રાષ્ટ્રઘ્વજ પણ જાહેર કર્યો છે. સનાતક ધર્મના પ્રતિક એવા કૈલાસ નાગરિકત્વ માટે નિત્યાનંદના ભકતોને જ પ્રથમ અગ્રતા આપવામાં આવશે. નાગરીકત્વ માટે વડાપ્રધાન અને કેબીનેટમાંથી મંજુરી મેળવવાની રહેશે. કૈલાસને પોતાના પાસપોર્ટ હશે જે ધરાવનારને તમામ અગીયાર પરિણામો અને કૈલાસ સહીત ચૌદ લોકમાં મુકત પ્રવેશ અપાશે કૈલાસ ને પોતાનું ચલણ પણ હશે સાથે સાથે હિપ્ટો કરનશીમાં પણ વ્યવહાર ચાલશે.
અત્યારે અંગ્રેજી, સંસ્કૃત અને તામિલ ભાષાઓના વ્યવહારને કૈલાસમાં માન્યતા આપવામાં આવી છે પરંતુ હિન્દી, ભાષા કયાંય દેખાતી નથી.
નિત્યાનંદ સ્વામીએ એક આખુ ટાપુ ખરીદીને હિન્દુરાષ્ટ્ર બનાવવાની જાહેરાત કરીને સનાતન ધર્મના પ્રતિક કૈલાસને સનાતન સંસ્કૃતિ અને સભયતાના આધારે હિન્દુ રાષ્ટ્ર તરીકે યુનોની માન્યતા મળે માટે તજવીજ હાથ ધરી છે. હવે જોવાનું એ રહ્યું કે યુનો નિત્યાનંદ સ્વામીના આ ટાપુ દેશને માન્યતા આપે છે કે કેમ? જો કે નિત્યાનંદે આ દેશ જેના જેવા કાયદાની છટ્ટકબારીનો લાભ લઇને વિદેશ નાશી છુટનારાઓ ભારતીય અપરાધી ભાગેડુઓને આશ્રય આપવા બનાવ્યો હોવાની ચર્ચાઓ પણ થઇ રહી છે.