પરીક્ષાર્થીઓને વળતર આપવા પણ કોંગી ધારાસભ્યની માંગણી

રાજય સરકાર દ્વારા શિક્ષિત બેરોજગાર યુવાનોને ગઈકાલે લોકરક્ષક દળની ભરતી બંધ રાખી હતાશામાં ધકેલી દેતા આવા યુવાનોને વળતર આપવા રાજયના મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરતો લેટર લખેલ છે.

ધારાસભ્ય લલીતભાઈ વસોયા દ્વારા ગઈકાલે લોકરક્ષક દળની ભરતીની પ્રક્રિયા પેપર લીક થવાને કારણે બંધ રહેવા પામેલ આને કારણે નવ લાખથી વધુ યુવાનો હતાશામાં મુકાઈ ગયેલ. આવી કાળજાળ મોંઘવારીમાં પરીક્ષાના પુસ્તકોથી લઈ વાહન ભાડા પરીક્ષા ફી સહિતના ખર્ચ થયેલ ત્યારે રાજયના બેરોજગાર યુવાનો હતાશામાં ધકેલાઈ ગયા છે.

આવા યુવાનોને રાજય સરકાર દ્વારા પરીક્ષામાં બેઠેલા યુવાનોને રૂપિયા અઢી હજાર લેખે ચૂકવી સરકાર પોતાની બેદરકારી જવાબદારી સ્વીકારી યુવાનાને ન્યાય આપવો જોઈએ તેવી રજૂઆત પત્ર દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરેલ છે. વધુમાં ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવેલ કે જે પેપર લીક થવાની ઘટના બનેલ છે. તેમાં મોટા માથાની સંડોવણી હોઈ શકે. આ કોઈ નાના માણસ કે એકલ દોકલ માણસ આવુ કરી ના શકે. આ આખા પ્રકરણની તપાસ એસઆઈટી પાસે કરાવી જે કોઈ દોષિત છે તેની સામે આકરી કાર્યવાહી કરી ભોગ બનેલા શિક્ષિત બેરોજગાર યુવાનોને ન્યાય આપવા માંગણી કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.