અખબારના માઘ્યમથી સરકાર અને જંગલ ખાતાને રાહ બતાવતા અને પ્રેરણારૂપ દાખલો આપતા પત્રકાર ભરતભાઇ ગોહિલ: સી.એમ. રૂપાણીને જામજોધપુર સાથે જુનો નાતો હોવાથી અહિં સફારી પાર્ક અથવા કેન્દ્રશાસિત ટુરિઝમ પ્રદેશ મળે તેવી આશા
જમનગર જીલ્લાના જામજોધપુર નજીક માત્ર ત્રણ કી.મી. દુર આવેલ અને ૧૦૦ કી.મી. થી વધુ ઓરસ-ચોરસ જંગલ વિસ્તાર ઓસમ, આલેચ અને બરડાથી જગ વિખ્યાત છે. ત્યારે જામજોધપુર ના આલેચ જંગલને ધીરજ ખૂટી ગઇ છે. સફારી પાર્કનો દરજજો કે કેન્દ્રશાસિત ટુરિઝમ પ્રદેશનો દરજજો કયારે મળશે? વિકાસ હવે કેટલો દૂર છે? જામજોધપુર અને મારા ગામડાનો વિકાસ થતા પુરી રોજીરોટી મળે તેવી ખ્વાઇસ અને આશા છે.
આલેચનું જંગલ વિસ્તારમાં ગુજરાત સરકાર અને જંગલ ખાતાને અખબારના માઘ્યમથી બુલંદ ક‚ છું? જંગલમાં દિપડા, નીલગાય, સુવર, હરણ, શીયાળ વિગેરે વિશાળ સંખ્યામાં વસવાટ કરે છે. તેમજ લુપ્ત થતા પ્રાણીઓમા: બુટડુ (ઘર ખોદીયું, જરખ, નાનર, કીડીખાઉ, વરૂ, જંગલી બિલાડા અજગર જેવા વિશાળ પ્રાણીનો વસવાટ અહિંના ગ્રામ્ય જનતાની નજરે જોવા મળે છે. તેમજ બાજ, મોર, તેતર, સંસલા, ચામાચિડીયું જેવા અસંખ્ય પશુ-પંખીપ્રાણીઓનો ખીલખીલાટ જોવા મળે છે.
આ જંગલમાં પાળેશ્વર ડેમ સતાપરનો ડાઇમીણસાર ડેમ, ગીંગણી મોવાણ ડેમ, વાનાવડનો ડાઇમીણસાર ડેમ જંગલ અંદર આવેલ છે. તેમજ અનેક નદી નાળા ઝરખાં પાણીથી વહે છે. આ આલેચ જંગલ નજીક મહિકી, પાટણ, વડવાળા, બાલવા, ચૂર, સતાપર, વાનાવડ, ભડાનેશ, ઉદેપુર, વાંસ જાળીયા, તરસાઇ, સખપુર, ખાગ્રેશ્રી, ઘોરીઘાર, અમરાપર, પરડવા, સીંધપુર, ઘુવાડા, મેવાસા, પ્રાસલા, વડેખણ, ગીંગણી, સીદસર, ઢાંક, મેરવદર, મહોબતપરા, વિલાસપુર, તણસવા જેવા અનેક ગામડાથી જોડાયેલ છે. જે જંગલ જામજોધપુર તાલુકો, ભાણવડ તાલુકો, ઉ૫લેટા તાલુકો, કુતિયાણા તાલુકો, રાણાવાવ તાલુકો સાથે જોડાયેલા અને નજીકના વિસ્તાર છે ત્યારે ગામડાના લોકોની વર્ષોથી આતુર છે કે વિકાસના દ્રાર કયારે ખુલશે ?
જામજોધપુર નજીકના જંગલ વિસ્તારના પાળેશ્વર મહાદેવ મંદીર, મહિકી ગામે ડુંગર ઉપર ખોડીયાર માતાજી મંદીર, પાટણ ગામે નાગબાઇ માતાજી મંદીર, પાટણ ગામે ડુંગર ઉપર ટપકેશ્વર મહાદેવ મંદિર, વિજય હનુમાન મંદીર, ટાકેશ્વર મહાદેવ મંદીર, સતાપર ગામે ઓરડીવાળા માતાજી મંદીર, સીદસર ગામે સુપ્રસિઘ્ધ ઉમીયા માતાજી મંદિર ધામ, મેલાણ ગામે સરમારીયા દાદા (નાગ દેવતા મંદીર), કોટડા ગામે પ્રસિઘ્ધ બાવીસી માતાજી મંદીર, સડોદર ગામે ફુલનાથ મહાદેવ મંદીર, ગોપ ગામે ગોપનાથ મહાદેવ મંદીર, ઝીણાવરી ગામે સુર્ય મંદીર, ચૂર ગામે ચૂરી માતાજી મંદીર, પ્રાસલા ખાતે સ્વામી ધર્મબંધુજી આશ્રમ તેમજ ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે ગાયત્રી માતાજી આશ્રમ, ઢાંક ગામે સિઘ્ધિ વિનાયક ગણેશ મંદીર આ તમામ સ્થળ અહિંથી નજીક આવેલા છે.
ગીરના જંગલમાં તેમજ દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કાયમી ધોરણે એટલે હદે લોકો હરવા-ફરવા જતા હોય ત્યારે આ ટ્રાફીકને પહોંચી વળતા નથી. ત્યારે નવો ઘ્યેય તમોના રાહ માટે જામજોધપુર નજીક આવેલા આ આલેચનો ડુંગર જંગલ વિસ્તારમાં કેન્દ્ર શાસિત ટુરિઝમ પ્રદેશ બને તેવી આ વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રની પ્રજાને નવું નજરાણું અને પ્રવાસન સ્થળ અથવા તો સફારી પાર્ક વિદેશની જેમ બનાવી જેમાં છ જોડી સિંહ, છ જોડી વાઘ, છ જોડી ચીતા, છ જોડી ઘોડા, છ જોડી રીંછ, છ જોડી હિપો, છ જોડી ગેંડા, છ જોડી દિપડા, છ જોડી જીરાફ, છ જોડી હાથી, છ જોડી ઉંટ તેમજ મગર ઉછેર કેન્દ્ર સહીત આ જંગલમાં પચાસ જોડી સબાર, પચાસ જોડી શિકારા, પચાસ જોડી કારિયાર, પચાસ જોડી ઝીબ્રા, પચાસ જોડી હરણ, પચાસ જોડી ધુંડખર, પચાસ જોડી જંગલી ભેંસ, પચાસ જોડી વાનર તેમજ નાર, બુંટડા, સુવર, જરખ, વરુ, શિયાળ સહીત અન્ય વન્ય પ્રાણીના વસવાટ માટે સફારી પાર્ક બનાવા જંગલની બુલંદ માંગ છે.
જો જામજોધપુરના આલેચ જંગલ વિસ્તારમાં વિદેશી જેવી સફારી પાર્ક બને અથવા કેન્દ્રશાસિત ટુરિઝમ પ્રદેશ બને તો આ નવલું નજરાણુ અને પ્રવાસન સ્થળ સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, રાજકોટ, જુનાગઢ, સુ.નગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ-ભુજ તેમજ ગુજરાતના અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા, આણંદ, ખેડા, વડોદરા (બરોડા) નર્મદા (કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનીટી) તાપી, ભરુચ, સુરત, વલસાડ, નવસાર, ડાંગ, અરવલ્લી, પાટણ, મહીીસાગર, ગાંધીનગર વિગેરે જીલ્લા તથા તાલુકાના જનતાને મોટા પાયે એક નવું પ્રવાસન સ્થળ જામજોધપુર તાલુકા મથકે મળે તેમ છે. જે બાબતે ગુજરાતની ભાજપ સરકાર અને જંગલ ખાતુ તાત્કાલીક યુઘ્ધના ધોરણે સર્વે કરવા અર્થાગ પ્રયત્ન કરે તેવી માંગ છે.
જામજોધપુર સ્વચ્છ, સુંદર, સુશીલ એવું જાંજરમાન જામજોધપુરની પવિત્ર ભૂમી ઉપર સિઘ્ધેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, પંચનાથ મહાદેવ, સાતવડ મહાદેવ, ગાંધેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, જાગનાથ મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, કનકેશ્વર મહાદેવ, નિલકંઠ મહાદેવ, પંચેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ,, પીપળેશ્વર મહાદેવ, એસ.ટી. બસ મહાદેવ તેમજ રોકડીયા હનુમાનજી, પંચમુખી હનુમાનજી, સાતવડ હનુમાનજી, વાવડીયા હનુમાનજી, કષ્ટભંજન, હનુમાનજી, સતવીર હનુમાનજી, બાલા હનુમાનજી, સૂર્યમુખી હનુમાનજી, વાવડીની વાવ હનુમાનજી, સંકટ મોચન હનુમાનજી, સંકલ્પસિઘ્ધી હનુમાનજી અને હર્ષદ મંદિર, મોમાઇ મંદિર, હરસિઘ્ધિ મંદીર, સોનલ મંદીર, રામદેવપીર મંદીર, બહુચરાજી મંદીર, ગણેશ મંદીર જલારામ મંદીર,શ્રી રામ મંદીર, શ્રી લક્ષ્મીનારાયણ મંદીર, સ્વામી નારાયણ મંદીર, શ્રી કલ્યાણજીરાય મંદીર, ગાયત્રી માતાજી મંદીર, ગીતા મંદીર વિગેરે મંદિરો અહિયા પવિત્ર ધરતી પર બીરાજમાન લોકપ્રસિઘ્ધ આવેલા છે. તેમજ જામજોધપુરમાં રેલવે સ્ટેશન સુવિધા તથા એસ.ટી. બસ ડેપો સુવિધા અને જામજોધપુર અને શેઠ વડાળા બન્ને સ્થળે પોલીસ સ્ટેશન આવેલા છે.
અહિના જંગલ વિસ્તાર નજીક ઉમિયા સાગર ડેમ, ફુલઝર કોટડા બાવીસી ડીમ, વનાણનો વેણુ ડેમ, ખાગ્રેશ્રી ઇશ્વરીયા ડેમ, અમરાપર નજીક સારણ ડેમ, ગધેથડનો વેણુ ડેમ આવેલા છે. તેમજ આ જંગલથી નજીક જામનગર એરપોર્ટ, દેવભૂમિ દ્વારકા એરપોર્ટ, રાજકોટ એરપોર્ટ, પોરબંદર એરપોર્ટ, કેશોદ એરપોર્ટ, ભૂજ એરપોર્ટ , દીવ એરપોર્ટ, ભાવનગર એરપોર્ટ આવેલ છે. ત્યારે ગુજરાતના જામનગર જીલ્લાના જામજોધપુર શહેર અને તાલુકાનો વિકાસ ઝીરોમાં છે. ત્યારે ગુજરાત સરકારને એવું નથી લાગતું કે આને કંઇક આપવું જરુરી છે. જો અહિ નવુ સફારી પાર્ક કે કેન્દ્રશાસિત ટુરીઝમ પ્રદેશ મળે તો ગુજરાત રાજય નજીકના રાજસ્થાન, મઘ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર નજીક આવેલા છે.
આ બાબતે ગુજરાત સરકાર, જંગલ ખાતુ, તમામ જીલ્લાના સાંસદ, ધારાસભ્ય, જીલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તેમજ તમામ સરપંચઓ અને ગામે ગામના આગેવાનોને રજુઆત વરિષ્ઠ પત્રકાર ભરતભાઇ બી.ગોહિલ દ્વારા કરવામાં આવી છે.