સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યાના સમાચારે માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકોને જ નહિ પરંતુ પુરા દેશને હચમચાવી દીધો. સુશાંત સિંહ રાજપૂત કોઇ પહેલો અમિનેતા નથી. દિગ્ગજ અભિનેતાઓ, અભિનેત્રીઓના નામ સામેલ છે. ગુરુદત્ત જેવા મોટા ગજાના કલાકારનું નામ પણ આ યાદીમાં છે જ
જિંદગી જીવવા જેવી છે પણ આ જિંદગી જીવવા જેવી સૌને લાગવી જોઇએ એ પણ આપણા બધાની જવાબદારી છે. આ દુનિયા છોડવા કોઇને મજબુર ન કરવા કે કોઇ મજબુર ન થાય તે પણ જોવું પડશે. ડિપ્રેશન શબ્દ હાલમાં ખૂબ પ્રચલિત છે કે માણસ ડિપ્રેશનથી આત્મહત્યા કરી લે આ ડિપ્રેસશને નાથવા આસપાસ હકારાત્મક વાતાવરણ બનાવો, સેલ્ફ મોટીવેશન થતા રહો અને બીજાને પણ મોટીવેટ કરતા રહો, કોઇના સુખનું કારણ ન બનો તો કંઇ નહિ કોઇના આપઘાતનું કારણ ના જ બનશો.