સ્પર્ધામાં ૩૬ બાળકોએ ભાગ લીધો: વિજેતાઓને રોકડ, શિલ્ડ, પ્રમાણપત્ર આપવામાં આવ્યા
જીસીઈઆરટી પ્રેરીત. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા આયોજિત જોડિયા તાલુકાના પીઠડ સી.આર.સી. સંચાલિત સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ બોડકા પ્રાથમિક શાળામાં તારીખ ૨૭/૦૯/૨૦૧૯ રોજ ઉજવવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. આ સ્પર્ધામાં સી.આર.સી પીઠડની નવ શાળાના ૩૬ બાળકોએ ભાગ લીધો હતો. કલા ઉત્સવમાં નંબર મેળવનાર બાળકોને રોકડ, શિલ્ડ, પ્રમાણપત્ર અને અન્ય ઇનામ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મોહનભાઇ પરમાર ઉપસ્થિત રહી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેઓએ ગાંધીજીના માર્ગે ચાલવાની બાળકોને કહ્યું હતું. તેઓએ ગાંધીજીના વિચારો અને સ્વચ્છતાનું માર્ગદર્શન બાળકોને આપ્યું હતું. તેમને બાળકો અને માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.
સી.આર.સી. કક્ષાના કલા ઉત્સવમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારમાં ચિત્ર સ્પર્ધામાં બોડકા પ્રા. શાળાની વિધાર્થી નાયકા લક્ષ્મી અને તેના માર્ગદર્શક શિક્ષક અઘારા જાગૃતિબેન, વકતૃત્વ સ્પર્ધા ટીંબડી પ્રા. શાળાની વિદ્યાર્થી જીલરીયા આયુષી અને માર્ગદર્શક શિક્ષક વિસોડિયા જયેશભાઇ, નિબંધ સ્પર્ધામાં પીઠડ તા. શાળાની વિદ્યાર્થી બુખારી સાનિયા અને તેના માર્ગદર્શક શિક્ષક વામજા ઋજુતાબેન અને કાવ્ય લેખનમાં મેઘપુર ક્ધયા શાળાની વિદ્યાર્થી ગોહેલ નિધિબેન અને તેના માર્ગદર્શક શિક્ષક રપારકા શારદાબેનને રોકડ ઇનામ, શિલ્ડ, પ્રમાણપત્ર, અને પેન આપી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, બી.આર. સી. કક્ષાએ સારું પ્રદર્શન કરો તેવી શુભેચ્છા આપવામાં આવી.