જૂના ગીતોનું ફયૂઝન રજૂ કરશે ૬ યુવા કલાકારોનું બેન્ડ: શનિવારે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે ઓપન ફોર ઓલ પ્રોગ્રામ: ‘અબતક’ના આંગણે આવ્યા કલાકારો
શહેરના આશાસ્પદ યુવા બેન્ડ ‘ક્રેઝી બેન્ડ’ દ્વારા શનિવારે તા.૧૨ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડિયોરિયમ, રૈયારોડ ખાતે ‘નાદાન પરીંદે’ નામનો કાર્યક્રમ યોજાવવાનો છે. આ અંગે ‘અબતક’ના આંગણે ઉપસ્થિત રહીને બેન્ડના તમામ કલાકારોએ માહિતી તથા આમંત્રણ પાઠવ્યા હતા.રાજકોટના યુવા કલાકારોએ પ્રથમ વખત તેમના ‘ક્રેઝી બેન્ડ’ના માધ્યમથી શહેરના યુવા વર્ગને ધ્યાનમાં રાખીને જૂના અને નવા ‘ફિલ્મી ગીતો’ અને ‘ગઝલો’ને વેરીએશન સાથે નવીનતમ રીતે નવા કંપોઝીશન મુજબ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. અત્યાર સુધી જૂના ફિલ્મીગીતોના કાર્યક્રમ એજ રીતે રજૂ કરવામાં આવતા જોયા છે. ત્યારે નવી પેઢીને જૂના ગીતો સાથે ‘ફયુઝન’ ટચ આપીને રજૂ કરશે. ત્રણ મહિનાનો અથાક પ્રયત્ન કર્યા બાદ શનિવારે કાર્યક્રમને સ્ટેજ પર ‘નાદાન-પરીંદે’ નામથી રજૂ કરાશે.આ તમામ કલાકારો રાજકોટના પ્રસિધ્ધ ‘પાર્શ્ર્વગાયિકા’ પીયુબહેનના વિદ્યાર્થીઓ છે, તેમના આ નવા સાહસ માટે તેમના ‘ગૂમા’ પિયુબહેન દ્વારા પૂરતું પ્રોત્સાહન અને આર્શિવાદ મળ્યા છે. એવું ‘ક્રેઝી બેન્ડ’ના શ્યામલ જાદવે જણાવ્યું હતુ.આ બેન્ડના કલાકારોમાં શ્યામલ જાદવ (વોકાલિસ્ટ), ધૈર્ય રાજપર (ગીટારીસ્ટ), પાર્થ લાઠીયા (ગીટારીસ્ટ), હાર્દિક સોલંકી (ડ્રમર), આદિત્ય શુકલ (વોકાલિસ્ટ), ઈશિતા ઉમરાણીયા (વોકાલિસ્ટ) તથા પ્રિયંકા શુકલ (વોકાલિસ્ટ) તરીકે સંગીતના સુરોને તો છેડશે જ પરંતુ વ્યકિતગત રીતે એક-એક ગીત પણ ગાઈને પોતાનો સ્વર અપશે. વિશેષ અતિથી તરીકે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત સહિત આ કાર્યક્રમમં ખાસ મહેમાન તરીકે જૈમનભઈ ઉપાધ્યાય, ધનસુખભાઈ ભંડેરી, માંધાતાસિંહ જાડેજા, હેમંતભાઈ ચૌહાણ, સોનલબેન શાહ, નલીનભાઈ ઝવેરી, દર્શિતભાઈ પરસાણા, ઉમેશભાઈ શેઠ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.જેમાં મિડીયા પાર્ટનર તરીકે ‘અબતક’ ખાસ જોડાનાર છે. આ કાર્યક્રમમાં તમામ લોકોને નિ:શુલ્ક પ્રવેશ મળી શકશે જેમાં જોડાવવા ‘ક્રેઝીબેન્ડ’ દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.