હજારો લીટર પાણીનો વેડફાટ: ડીઆઇ પાઇપલાઇનનું અધુરૂં કામ પૂર્ણ કરવા માંગણી
શહેરના વોર્ડ નંબર 14 માં વધુ એક વખત પાણીની મેઇન પાઇપલાઇનમાં ભંગાણ પડતા પાણીની રેલમછેલ થઈ હતી. શેરી ગલી અને મુખ્ય રસ્તા ઉપર નદીની જેમ પાણી વેડફાયુ શહેરના આજે સવારે વોર્ડ ઓફિસની સામે કોઠારીયા રોડ પર પાણીની 24 કલાક લાઈનમાં ભંગાણ પડતાં ફરિયાદ સેલ કોંગ્રેસના મહામંત્રી ભાવેશભાઈ પટેલ અને લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા ઘટના સ્થળ ઉપર દોડી જઇ ઈજનેરોને પાણીની પાઈપલાઈન તાત્કાલિક મરામત કરવા ફરિયાદ કરી હતી.
વોર્ડ નંબર 14 મા નવી ડીઆઇ પાઇપ લાઇનનું કામ ફક્ત જુનો વોર્ડ નંબર 15 કરવામાં આવેલ હોય ત્યાં નવી પાઈપ લાઈનનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. વોર્ડ નંબર 19 નો જે જુના વિસ્તારોમાં હાલના વોર્ડ 14 ના પચાસ ટકાથી વધુ વિસ્તારો કે જે અગાઉ વોર્ડ નંબર 19 માં આવતા હતા તેવા વિસ્તારોમાં વર્ષો જૂની પાઇપલાઇન હોવાને પગલે અવારનવાર લાઈન લોસને પગલે પાણીનો વેડફાટ થાય છે. અને આ વોર્ડમાં વખતો વખત લાઈનમાં થતી ફોલ્ટ અંગે લેખિત ફરિયાદો અને કોલ સેન્ટરમાં પણ ફરિયાદો કરવામાં આવી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું નિંંભર તંત્ર જાગે અને વધુ પાણીનો વેડફાટ ન થાય તે અંગે ડીઆઇ પાઇપ લાઇનના આ વોર્ડનું અધુરું કામ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.