યુદ્વના ધોરણે રીપેરીંગની કામગીરી કરાતા વિતરણ વ્યવસ્થા પર કોઇ અસર નહિં

એક ઝોનમાંથી બીજા ઝોનમાં પાણી ટ્રાન્સફર કરવા માટે કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે બિછાવવામાં આવેલી એક્સપ્રેસ ફીટર લાઇન સફેદ હાથી સાબિત થઇ રહી છે.

ગત મધરાતે ન્યારી-1 ડેમથી રૈયાધાર તરફ જતી 900 એમએમ ડાયાની એક્સપ્રેસ ફીડર મેઇન લાઇનમાં ત્રણ જગ્યાએ ભંગાણ સર્જાયું હતું. તાત્કાલીક ધોરણે રિપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવતા વિતરણ વ્યવસ્થા પર કોઇ અસર પડી ન હતી.

ન્યારી-1 ડેમથી રૈયાધાર તરફ જતી 900 એમએમ ડાયાની એક્સપ્રેસ ફીડર લાઇન સેક્ધડ રીંગ રોડ પર રેસકોર્ષ-2 પાસે વોંકળામાં અવાર-નવાર તૂટે છે.

દરમિયાન ગઇકાલે મોડી રાત્રે આ પાઇપલાઇનમાં અલગ-અલગ 3 જગ્યાએ ભંગાણ સર્જાયું હતું. યુદ્વના ધોરણે રીપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાથી વિતરણ વ્યવસ્થા પર કોઇ અસર પડી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.