લોકોને રેસ્કયુ કરવા હેલીકોપ્ટરની મદદ લેવાઈ: વાર્ષિક સ્મરણોત્સવની
ઉજવણી દરમિયાન ગમખ્વાર ઘટના

ઈઝરાયલમાં આજે બોનફાયર ફેસ્ટિવલમાં ભાગદોડ દરમિયાન ધક્કામુક્કી થતા 40 લોકોનાં મોત થવાના અહેવાલ મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનામાં મોતનો આંકડો વધી શકે તેવી દહેશત છે. ઘાયલોની સારવાર અલગ-અલગ હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઘટનાને મોટી આપત્તિ જાહેર કરી છે. વડાપ્રધાને કહ્યું કે, અમે ઘાયલ થયેલા લોકોના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી રહ્યા છીએ.

વધુ વિગતો મુજબ માઉન્ટ મેરનમાં સ્ટેડિયમની સીટો તૂટીને પડી, જેના કારણે સ્ટેડિયમમાં ભાગદોડ થઈ હતી. ઈઝરાયલમાં જે સ્થળે દુર્ઘટના થઈ છે, તે ટોમ્બને યહુદીઓનું દુનિયાનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. જે સમયે આ દુર્ઘટના થઈ તે સમયે હજારો અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂહી વાર્ષિક સ્મરણોત્સવ માટે બીજી શતાબ્દીના સંત રબ્બી શિમોન બાર યોચાઈની કબર પર એકત્રિત થયા હતા.

ગંભીર રીતે ઘાયલ લોકોનું રેસ્ક્યૂ કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી. 6 હેલિકોપ્ટરની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પોલીસનું કહેવું છે કે દુર્ઘટના ત્યારે થઈ જ્યારે કેટલાક લોકો સીડીઓ પર ફસડાઈ પડ્યા. ત્યારબાદ એક પછી એક લોકો એક બીજા પર પડતા જ ગયા.

ઇઝરાયેલમાં ગમખ્વાર ઘટના સામે આવી છે. ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અફરાતફરીમા 40 જેટલા લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં મોતની સંખ્યા વધી શકે તેવી પણ દહેશત છે. દરમિયાન ઘટનાસ્થળ પર એમ્બ્યુલેન્સ અને ઇમરેન્સીની સર્વિસના કાફલા પહોંચી ગયા હતા. જમીન ઉપર લાશો પડી હતી. ઇમરેન્સી સર્વિસના રાષ્ટ્રિય કટિસ્ટ્સે કહ્યું છે કે, ભગદોડની આ ઘટનામાં 40 લોકોની હાલત નાજુક છે. ઉલ્લેખનીય છે કે, અહીં આખી રાત પ્રાર્થના અને ડાન્સનું આયોજન કરવામાં આવે છે. શુક્રવારે દર વર્ષની જેમ જ આવું આયોજન થઈ રહ્યું હતું. આ દરમિયાન આ દુર્ઘટના થઈ ગઈ અને ઘણા લોકોનાં મોત થયા છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે. જેમાં લોકો બહાર જવા માટે એક બીજા પર ચડી રહ્યા છે. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.