શહેરમાં ટ્રાફિકથી ધમધમતા એવા ગોંડલ રોડ પરના ચોક ખાતે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે. ત્યાં અચાનક ઉપરથી મોટી ક્રેન નીચે પડી હતી જો કે સદનસીબે નીચે કોઈ વાહન ન હતું તેથી મોટી દુર્ઘટના ઘટી ન હતી. પરંતુ બાજુમાં પાર્ક રહેલ એક ઇકો કારમાં નુકસાન થવા પામ્યું છે.
ઉલ્લેખનીય છે કે સવારના સમયે આ દુર્ઘટના બની હોવાનું અને ક્રેન ચાલકે કાબુ ગુમાવતા ક્રેન નીચે પડી હોવાનું સામે આવ્યું છે. હાલ ક્રેનને ઉઠાવી રસ્તા પરથી ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો.