હસ્તકલા પર્વનો રંગારંગ આરંભ

રાજયનાં વિવિધ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારનાં હાથસાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ, કુટીર ઉદ્યોગના ૧૫૦ કારીગરોએ ભાગ લીધો

vlcsnap 2021 01 05 13h56m42s459

કોવીડ ૧૯ની મહામારી અને તેના કારણે લાગુ કરવામાં લોકડાઉનમાં રાજયનાં આ ક્ષેત્રનાં કારીગરોનાં ધંધા રોજગાર મંદ પડયા હોય સરકારના એક ડગલું આત્મનિર્ભરતા તરફ લઈ જવાના પગલાએ આવા કારીગરો રોજગારી મેળવી આત્મનિર્ભર થઈ ફરી રાબેતા મુજબનું જીવન પંથે આગળ વધે તેવા શુભ આશયથી સરકારનાં અનલોક ૫ના તમામ નિયમોનાં પાલન સાથે ઈન્ડેક્ષ્ટસી દ્વારા તા.૪.૧ થી તા.૧૩.૧ દરમ્યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે હસ્તકલા પર્વ, પ્રદર્શન સહ વેચાણ હાટનું આયોજન કરેલ છે.

vlcsnap 2021 01 05 13h57m09s052

આ પ્રદર્શનમાં રાજયનાં વિવિધ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારનાં હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના કુલ ૧૫૦ વ્યકિતગત કારીગરો, હસ્તકલા, હાથશાળ મંડળીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ, સ્વસહાય જુથો, એનજીઓ, સખી મંડળો, કલસ્ટર્સનાં કારીગરો વિગેરે દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવાનું આયોજન છે. આ પ્રદર્શનનો સમય સવારના ૧૧ કલાકથી રાત્રીનાં ૮ કલાક સુધીનો છે. જેમાં કારીગરો દ્વારા રાજયની ભાતીગળ હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, ભરત કામ,વાંસના રમકડા, પેચવર્ક, ઈમીટેશન જવેલરી, લેધર, વર્ક, અકીકની આઈટમો, વુડન વોલપીસ,ગૃહ ઉદ્યોગ, માટીની ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ,માટીના ધરેણા વિગેરે સાથે બીજુ ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રર્દશન- સહ- વેચાણ કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.