- અગ્નિ કાંડના પીડિતોના ન્યાય માટેના ધરણાંના અંતિમ દિને પારણાં
- શાસકોને સદબુદ્ધિ માટે ઉપવાસી છાવણીમાં ધૂન, ભજન પ્રાર્થના સભા કરાઈ
રાજકોટ ખાતે બનેલા ભયાનક અગ્નિકાંડમાં અનેક નિર્દોષની જીંદગી હોમાઈ ગઈ છે. અગાઉના અગ્નિકાંડ અને ગોઝારી ઘટનાઓમાં પીડિતોને ન્યાય મળેલ ન હોવાથી રાજકોટમાં ટીઆરપી ગેમ્સ ઝોનમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ માગણીઓ સબબ રાજકોટ ખાતેના ઐતિહાસિક ત્રિકોણબાગ ખાતે તારીખ 7, 8 અને 9 ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આજરોજ ધરણાના અંતિમ દિવસે પારણા કરી લેવામાં આવતા ન્યાય માટે ની લડત ચાલુ રાખવામાં આવી છે અને બેરી અને મૂંગી સરકાર ની સામે હવે આક્રમક લડાઈ લડવાનો નિર્ધાર કરવામાં આવેલ છે. ધરણના અંતિમ દિવસે સેવા દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલીયા દ્વારા ઉપવાસી છાવણીમાં જાહેરાત કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ન્યાયની લડત ચાલુ રાખવામાં આવશે અને દરેક વોર્ડમાં ન્યાયની લડત લઈ જવાશે તારીખ 15 ના પોલીસ કમિશનરને ઘેરાવ તારીખ 25 ના અગ્નિકાંડના મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથિ હોય જે પગલે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
ધરણાના અંતિમ દિવસે ત્રણ દિવસ ઉપવાસ કરનારા લાલજીભાઈ દેસાઈ જીગ્નેશભાઈ મેવાણી ગાયત્રીબા વાઘેલા મહેશભાઈ રાજપુત અને દીપ્તિબેન સોલંકી ને પીડિત પરિવારોના હસ્તે પારણા કરાવ્યા હતા. ત્રણેક દિવસમાં જુનાગઢ જામનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાંથી આગેવાનોએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી.
ધરણના અંતિમ દિવસે ઉપવાસી છાવણી ખાતે શાસકોને સદબુદ્ધિ આપે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપે તે માટે ધૂન, ભજન, કીર્તન કરવામાં આવેલ હતા. છેલ્લે દિવસે રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો, પ્રદેશ કોંગ્રેસના આગેવાનો, શહેર કોંગ્રેસના આગેવાનો, વોર્ડ પ્રમુખો, કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહેશભાઈ રાજપુત, નરેન્દ્રભાઈ સોલંકી, બ્રિજરાજસિંહ રાણા, હાર્દિપ રાજપુત, રોહિતસિંહ રાજપૂત, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, સહિતના રાજકીય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.