ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ તરીકે હાલ સી.આર પાટીલ ફરજ બજાવે છે. સી આર પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ અનેક ઐતિહાસિક નિર્ણયો અને જીત ભાજપે મેળવી છે. ત્યારે હવે સી.આર પાટીલના પુત્ર પણ રાજકારણમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી આગામી દિવસોમાં યોજાઈ રહી છે. આ સેનેટની ચૂંટણીમાં સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલ ડોનર સીટ ઉપરથી ABVPના ઉમેદવાર બન્યા છે.
14 ઓગસ્ટના રોજ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ વખતે સેનેટની ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ જોવા મળશે. ભાજપ, કોંગ્રેસ અને આપ આ વખતે મેદાનમાં ઉતરી છે.
જીગ્નેશ પાટીલ સહિત અન્ય નામનોની એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉમેદવારોની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવ્યું હતી. ઉમેદવારોના નામ નીચે મુજબ છે:
ઉમેદવારના નામ
કોમર્સ પ્રધુમન જરીવાલા
આર્ટસ કનુ ભરવાડ
એજ્યુકેશન ભાર્ગવ રાજપૂત
મેનેજમેન્ટ દિશાન્ત
સાયન્સ અમિત
કોમ્પ્યુટર સાયન્સ ગણપત ભાઈ
ભાવિન ભાઈ
આર્કિટેક ભુવેનેશ
હોમિયો ડો. સતીશ પટેલ
મેડિકલ ડો. ચેતન પટેલ