ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે પેજ સમિતિના 50 હજારથી વધુ સભ્યોનું મહાસંમેલન: રાજકોટમાં ઉદ્યોગપતિ, વકિલ, શિક્ષકો, સાધુ સંતો, સંઘ પરિવારના આગેવાનો સાથે વન ટુ વન  બેઠક

અબતક,રાજકોટ

ગુજરાત વિધાન સભાની ચૂંટણી વર્ષમાં ભાજપના સંગઠનને મજબુત બનાવવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા વનડે વન ડિસ્ટ્રીકટ  કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.આવતીકાલે અને શુક્રવાર તેઓ રાજકોટ અને ગોંડલ ખાતે  આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સંગઠાત્મક  કાર્યક્રમો યોજાશે. ગોંડલમાં વિશાળ  બાઈક રેલી અને પેજ  સમિતિનાં 50 હજારથી વધુ સભ્યોનું મહાસંમેલન યોજાશે જયારે રાજકોટ ખાતે વકીલો,શિક્ષકો, નિવૃત અધિકારીઓ, સહકારી આગેવાનો, સરપંચો, ખેડુત આગેવાનો, સંઘ પરિવારના  આગેવાનો ઉદ્યોગપતિઓ, દિવ્યાંગો, સરકારી યોજનાના લાભાર્થીઓ અને સાધુ સંતો સાથે વન ટુ વન બેઠક યોજાશે.

આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ  મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ જણાવ્યુંં હતુ કેપ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો વન ડે-વન ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમ તા.21 ના રોજ ગોંડલ ખાતે તેમજ તા.22ના રોજ રાજકોટખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ  ડો.ભરતભાઈ બોઘરા, જીલ્લા સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા,  રક્ષાબેન બોળીયા, ધારાસભ્યઓ જયેશભાઈ રાદડિયા,  કુવરજીભાઈ બાવળીયા, ગીતાબા જયરાજસિંહ જાડેજા,  લાખાભાઈ સાગઠીયા, સાંસદ  મોહનભાઈ કુંડારીયા,  રમેશભાઈ ધડુક સહિતના હોદેદારઓ ઉપસ્થિત રહેશે.

ગોંડલ ખાતે તા.21 જુલાઈના રોજ વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 1000થી વધુ બાઈક સવારો કેશરી ટોપી-ખેસ સાથે ગોંડલના મુખ્ય માર્ગો ઉપરફરશે. ગોંડલના મુખ્ય ચોક, બજારોમાં આતશબાજી તથાપુષ્પવર્ષા કરીને બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ ગોંડલ માર્કેટિંગયાર્ડ ખાતે રાજકોટ જીલ્લાના પેજ સમિતિના 50 હજાર સભ્યોનું વિશાળ સંમેલન રાખવામાં આવેલ છે. આ સંમેલનમાં  અધ્યક્ષ  સી.આર.પાટીલ કાર્યકર્તાઓને આગામી વિધાનસભાની ચૂંટણી અને સંગઠનલક્ષી માહિતી આપી કાર્યકર્તાઓનો જોમ અને જુસ્સો વધારીને કેશરીયો માહોલ સર્જશે.રાજકોટમાં હેમુ ગઢવી હોલ તેમજ બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર,કાલાવડ રોડ ખાતે વન ટુ વન બેઠકો તથા વિશાળ સંમેલનો યોજવામાં આવશે. આ સંમેલનમાં રાજકોટમાં વકીલો, શિક્ષકો, નિવૃત અધિકારીઓ, સહકારી આગેવાનો, સરપંચઓ, ખેડૂત આગેવાનો, ઉદ્યોગપતિઓ, દિવ્યાંગો, સરકારની સહાયના લાભાર્થીઓ, સાધુ-સંતો તથા સંઘપરિવારના આગેવાનોસાથે આગામી ચૂંટણીલક્ષી રણનીતિ અંગે નીચે મુજબના સ્થળોએ જુદી-જુદી બેઠકો તથા સંમેલનો યોજવામાં આવશે.

Screenshot 1 19

આ કાર્યક્રમનેરાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરની જવાબદારી ધરાવતા તમામ અગ્રણી, જીલ્લાના પદાધિકારી અને કારોબારી સભ્ય, જીલ્લા મોરચાના પદાધિકારી અને કારોબારી સભ્ય, સાંસદ (વર્તમાન અને પૂર્વ), ધારાસભ્ય (વર્તમાન અને પૂર્વ), બોર્ડ-નિગમના ચેરમેન, વા.ચેરમેન, ડિરેક્ટર (વર્તમાન અને પૂર્વ), જીલ્લા સ્તરની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેક્ટરો (વર્તમાન અને પૂર્વ), જીલ્લા અને મંડલના સેલ-આયામ-પ્રકલ્પના સભ્ય, જીલ્લા તેમજ મંડલના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ, મંડલ પક્ષના અને મોરચાના પદાધિકારી, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ/સહ-ઇન્ચાર્જ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ગત ચૂંટણી લડેલા ઉમેદવાર, તાલુકાની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડીરેકટરો (વર્તમાન અને પૂર્વ), બુથના પ્રમુખ-મંત્રી (ગ્રામીણ અને શહેરી), મંડલના કારોબારી સભ્ય અને મોરચાના કારોબારી સભ્ય(ગ્રામીણ અને શહેરી), જીલ્લાના સક્રિય સભ્ય, અન્ય શુભેચ્છકઓ આ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.