લોકસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે હવે ચાર મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે.ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સતત ત્રીજી વખત ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો માત્ર જીતવાનો જ નહીં પરંતુ પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે ફતેહ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
જે અંતર્ગત પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે.રાજ્યના તમામ 33 જિલ્લા અને આઠ મહાનગરોના પ્રમુખ તથા પ્રભારીઓને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને તેડુ મોકલ્યું છે.
પક્ષના આગામી કાર્યક્રમો લોકસભાની ચૂંટણીની તૈયારી અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે ચર્ચા થશે
આવતીકાલે કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા જણાય રહી છે.
કાલે સવારે 9:30 કલાકથી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજ્ય તમામ 33 જિલ્લા અને આઠ મહાનગરોના પ્રમુખ અને પ્રભારીઓ સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી મહત્વની બેઠક યોજશે.
લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પાંચ લાખ થી વધુ મહત્વની લીડ સાથે જીતવાનો ટાર્ગેટ ભાજપ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે આ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ભાજપ દ્વારા અત્યારથી જ તળાવમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જે બેઠકો પર ભાજપને ગત વિધાનસભાની ચૂંટણીમાં હાર મળી છે અથવા ઓછી લીડ પ્રાપ્ત થઈ છે તેવી બેઠકો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. ચૂંટણીની વ્યૂહરચનાના ભાગરૂપે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યને પણ તોડવામાં આવી રહ્યા છે. લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી પક્ષ દ્વારા અનેક કાર્યક્રમ આવનાર હોય જેની આગોતરી તૈયારી કરવા માટે આવતીકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા તમામ 33 જિલ્લાના પ્રમુખ અને પ્રભારી સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવશે સાથોસાથ આગામી 22 મી જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે.
જેમાં લોકો ઉત્સાહભેર સામેલ થાય અને રાજ્યમાં નાના ગામડાથી લઈ મેટ્રો સીટીમાં પણ તેની ઉજવણી કરી શકાય તે માટેનું વાતાવરણ ઊભો કરવા પણ ભાજપ દ્વારા શાળામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે યોજાનારી પ્રમુખ અને પ્રભારી સાથેની બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.