મુખ્ય પ્રવેશ દ્વારનું કરાયું લોકાર્પણ: પૂર્વ મંત્રી જયેશ રાદડીયા સહિતનાની હાજરી સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાનું કરાયું અનાવરણ
ધોરાજીના જામકંડોરણા ખાતે ગો.વા.કલ્પેશ કુમાર વિઠ્ઠલભાઇ રાદડીયા ગૌ વંશ પાંજરાપોળ અને ગૌ શાળા ખાતે ચાલી રહેલ શ્રીમદ્ ભગવત સપ્તાહમાં હજારોની જનમેદની સપ્તાહનું અમૃત પાન કરવા ભક્તજનો પધારે છે. આ તકે જામકંડોરણા ગોંડલ રોડ પર બનાવેલ મુખ્ય પ્રવેશ દ્વારની લોકાર્પણ વિધી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ્ પ્રવેશ દ્વારનું હજારો લોકોની હાજરીમાં કરાયું અને આ તકે જયેશભાઇ રાદડીયા સહિતના અગ્રણીઓ હાજર હતા અને વિઠ્ઠલભાઇ રાદડીયાના સંસદીયા સમય ગાળા દરમ્યાન સાચા સાથીદાર કે જેમની સાથે અનેક રાજકીય અને સેવાકીય સંભારણાને યાદ કર્યા હતા.
બાદમાં જામકંડોરણા ખાતે આધુનીક સુવિધાઓથી સજ્જ જ્યાં હજારો ગૌ માતા હાજર છે ત્યાં વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાને અનાવરણ વિધી પ્રસંગે સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની ખેડૂતો, ગરીબો પ્રત્યેની સેવાઓને બીરદાવી સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાને પ્રણામ કરી શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા અને સ્ટેજ પર પાંજરાપોળના તમામ ટ્રસ્ટી જેમાં જયેશભાઇ રાદડીયા, મનસુખભાઇ સાવલીયા, ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદર, ચંદુભા ચૌહાણ, ડી.કે.સખીયા, શૈલેષભાઇ હિરપરા, મોહનભાઇ કથીરીયા, ભગવાનજીભાઇ બાલધા, ડો.મહેતા, કરણસિંહ જાડેજા સહિતનાઓએ સી.આર.પાટીલને વિશાળ હાર પહેરાવી ભવ્ય સન્માનીત કરેલ બાદમાં સંસ્થાના પ્રમુખ એવા પૂર્વ ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા દ્વારા સી.આર.પાટીલને શિલ્ડ આપી સન્માનીત કરેલ હતા. આ તકે રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, દેવાભાઇ માલમ અને પૂર્વ અગ્રણી ભરત જી.પટેલ, લલીત રાદડીયા, હિરેન બાલધા, જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા, જેતપુરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સામાજીક સંસ્થાના હોદ્ેદારો સહકારી મંડળીના પ્રમુખો, સરપંચો અને વિશાળ સંખ્યામાં હાજર શ્રોતાઓએ ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ભાવનાબેન બાલધાએ કરેલ હતું.