પક્ષના કાર્યક્રમોની માહિતી મીડિયા થકી જનતાને સરળતાથી મળે તે માટે મીડિયા સેન્ટરની શરૂઆત કરાય: પ્રદિપસિંહ વાઘેલા
ગુજરાત વિઘાનસભાની ચૂંટણી માટે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ મીડિયા સેન્ટરનો શુભારંભ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કરાયું હતું.
આ તકે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાત વિઘાનસભાની ચૂંટણી ટુંક સમયમાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પત્રકારો સાથે સરળતાથી સંવાદ થઇ તેમજ ઝડપથી માહિતી પહોંચે તે માટે પાર્ટી દ્વારા આ મીડિયા સેન્ટરની શરૂઆત યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યું છે. આ મીડિયા સેન્ટરથી પાર્ટીના વિચાર,પાર્ટીના કાર્યક્રમો,સરકારની કાર્યો મીડિયા સુઘી પહોંચે તે માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
ગત વિઘાનસભાની ચૂંટણીમાં પણ આ જ રીતે મીડિયા સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શનમાં વિઘાનસભાની પેટા ચૂંટણી,તાલુકા પંચાયત,નગર પાલિકા,જિલ્લા પંચાયત,મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો અભૂતપુર્વ વિજય થયો છે. દેશના કર્મયોગી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી તેમજ દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબના માર્ગદર્શનમાં તેમજ પેજ સમિતિના પ્રણેતા એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આવનાર ગુજરાત વિઘાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થવાનો છે અને ગુજરાતની જનતા જનાર્દનના આશિર્વાદ મળવાના છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ મીડિયા વિભાગના પ્રવકતા યમલભાઇ વ્યાસ, પ્રદેશ મીડિયા વિભાગના ક્ધવીનર ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશ મીડિયા વિભાગના સહ પ્રવકતા કિશોરભાઇ મકવાણા, ભરતભાઇ ડાંગર, રૂત્વીજભાઇ પટેલ, હિતેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.