બે વર્ષમાં પાટીલે આખા દેશને મજબૂત સંગઠનની શક્તિથી કેવા પરિણામો મેળવી શકાય તે બતાવી દીધુ: શુભેચ્છાનો વરસાદ
પેજ સમિતિના પ્રણેતા સી.આર.પાટીલ આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. આ તકે તેઓએ ફેસબુકના માધ્યમથી કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે સંવાદ કર્યો હતો. તેઓના બે વર્ષના કાર્યકાળમાં ભાજપ વધુ મજબૂત બન્યું છે. દરેક ચુંટણીમાં તેમની વ્યૂહ રચના સફળ રહી છે. હવે તેઓનું સં5ૂર્ણ ફોક્સ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે.
જીતુભાઇ વાઘાણીના સ્થાને ભાજપ હાઇકમાન્ડ દ્વારા જુલાઇ-2020માં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનો તાજ નવસારીના સાંસદ સી.આર.પાટીલના શીરે મૂક્યો. ગુજરાતમાં ભાજપનું સંગઠન સ્થાપના કાળથી જ મજબૂત છે. તેને વધુ મજબૂત કેમ બનાવી શકાય? તેવા વિચાર સાથે સી.આર.પાટીલે પેજ સમિતિની રચના કરવાનું નક્કી કર્યું, આજે આ પેજ સમિતિ ભારતભરમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા અપનાવવામાં આવી રહી છે. વિધાનસભાની પેટાચૂંટણી, કોર્પોરેશનની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે પછી તાલુકા પંચાયતની ચૂંટણીનું પાટીલની વ્યૂહ રચનાને સમજવામાં હરિફો હમેંશા થાપ ખાઇ રહ્યા છે. જેના કારણે દરેક ચૂંટણીમાં તેઓ શક્તિશાળી સંગઠનના સેનાપતિ તરીકે વધુને વધુ મજબૂત બની ઉભરી રહ્યા છે.
બે વર્ષના ટૂંકા ગાળામાં તેઓએ પૃથ્વી ફરતે ત્રણ વખત પ્રદક્ષિણા કરી શકાય તેટલો સંગઠાત્મક પ્રવાસ કર્યો. વિધાનસભાની 182 બેઠકો માટે તેઓએ પ્રભારીની નિમણૂંક કરી સંગઠન શક્તિના આધારે સામા પ્રવાહે ચાલીને પણ સફળતા મેળવી શકાય તે સી.આર.પાટીલે પ્રસ્થાપિત કરી દીધું છે. છેલ્લી ત્રણ ટર્મથી તેઓ નવસારીના સાંસદ તરીકે ચૂંટાય રહ્યા છે. લોકોની સમસ્યાઓને ત્વરિત નિકાલ લાવવો તેઓનો એકમાત્ર ધ્યેય છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ બેઠકો અપાવવાના ઉદ્ેશ સાથે તેઓ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહ્યા છે.
પક્ષ પ્રમુખએ કોઇપણ રાજકીય પાર્ટીમાં સર્વોચ્ચ પદ હોય છે. પ્રમુખ બન્યા બાદ તે હોદ્ાને શોભાવવો એ માત્ર ઉદ્ેશ ન હોવો જોઇએ, સંગઠન વધુમાં વધુ મજબૂત કેમ બનાવવુ તે માટે સતત સતર્ક રહેવું જોઇએ. ભાજપના તમામ કાર્યકરોના મનમાં તેઓ પોતાની એક અલગ પ્રકારની છબી બનાવી છે.
સી.આર.પાટીલે ચૂંટણી માટે એવી વ્યૂહ રચના ઘડી છે કે હરિફોએ યુધ્ધ પૂર્વ જ પોતાના હથિયાર હેઠા મૂકી દેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ગુડબુકમાં સ્થાન ધરાવે છે. પ્રમુખ પદે બે વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોય સી.આર.પાટીલ આવતીકાલે બીજેપી ગુજરાતના ફેસબુક પેજ પર લાઇવ માધ્યમથી પેજ સમિતિના કાર્યકરો અને શુભેચ્છકો સાથે સંવાદ કરશે.
સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપનું સંગઠન વધુને વધુ મજબૂત બની રહ્યું છે. કાર્યકરોને તેઓ સવાયુ માન આપી રહ્યા છે અને કાર્યકર્તાઓ જ પક્ષની સાચી મૂડી છે તેવું અનેકવાર કરી ચૂક્યા છે. પક્ષમાં પ્રમુખની તાકાત કેટલી રહેલી છે. તેવું પ્રથમવાર તેઓએ કાર્યકરો વચ્ચે પ્રસ્તાપીત કર્યું. સી.આર.પાટીલે લીધેલા તમામ નિર્ણયો ‘કમલ’ માટે શ્રેષ્ઠ પરિણામ દાયક સાબિત થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેઓએ ટિકિટ ફાળવણી માટે લીધેલા કેટલાક નિર્ણયોથી ઐતિહાસિક પરિણામો પ્રાપ્ત થયા છે. વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત થાય તે માટે તેઓ છેલ્લા એકાદ વર્ષથી સખત પરિશ્રમ કરી રહ્યા છે. તમામ હરિફ રાજકીય પક્ષોને તેઓ એકલા હાથે હંફાવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના તેઓ સૌથી વધુ સફળ સુકાની છે. તેવું કહેવામાં આવે તો પણ જરા અમસ્તી પણ અતિશોયક્તિ નથી.