• એક બેઠક હારવાનું દુ:ખ છે આ ભૂલની જવાબદારી મારી છે: પ્રદેશ ભાજપ અધ્યક્ષ
  • લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતની બનાવકાંઠા બેઠક હાર્યું છે. સતત ત્રીજી  વખત કલીનસ્વીપનું ભાજપનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.  આ એક બેઠક હારવાની જવાબદારી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સ્વીકારી લીધી છે. અને કાર્યકરોની માફી માંગી છે.

ગુજરાત અને દેશમા લોકસભા ચૂંટણીમા  ભાજપાનો ભવ્ય વિજય થયો તે બદલ કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ સુરત ખાતે યોજાયો. જેમા નવસારીના લોકપ્રિય સાંસદ ,પેજ સમિતિના પ્રણેતા એવા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તેમજ  વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીની કેબિનેટ ટીમમા જેમને જળશક્તિમંત્રી તરીકેની જવાબદારી મળી છે.

કેન્દ્રીય જળશાક્તિ મંત્રી  તેમજ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલજીએ લોકસભા ચૂંટણીમા ભવ્ય જીત મળતા આભાર સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણીમા રેકોર્ડ જીત મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. 2019 અને 2022મા ભાજપને જે મતો મળ્યા હતા તેના કરતા મતો મેળવવાની ટકાવારી વધી છે.  સુરત બેઠક બિનહરીફ થવાથી તે બેઠકમા મતદાન ન થયુ  જો થયુ હોત તો વધુ મત ભાજપને મળી શક્યા હોત. વિઘાનસભામા પણ ભાજપે 156 બેઠકો જીતી હતી તે વઘીને હવે 161 બેઠકો થઇ છે આ માટે પહેલો શ્રેય આપણા વડાપ્રધાન મોદી   ને જાય છે કારણ કે તેમને જે વિઝનથી વિકાસના ખૂબ કામ કર્યા છે તો બીજો શ્રેય આપણા દેશના ગૃહમંત્રી  અમિતભાઇ શાહ  ની મજબૂત સંગઠન શક્તિથી જીતી શકે તેવા ઉમેદવારોને ઉભા રાખ્યા અને ત્રીજો જશ જનતાને જાય છે કે તેમને   નરેન્દ્રભાઇ મોદી   અને   અમિતભાઇ શાહ   તેમજ ભાજપ પર વિશ્વાસ કર્યો તેમજ ચોથો શ્રેય આપણા કાર્યકર્તાઓની મહેનતને ફાળે જાય છે.

પાટીલએ વધુમા જણાવ્યું કે,આજે દેશમા ગુજરાત ભાજપના કાર્યકર્તાઓની  બોલબાલ છે. ચૂંટણીમા જનતાનો વિશ્વાસ કેવી રીતે જીતવો, જનતાના સેવાકીય કાર્યોકેવી રીતે કરવા તે ગુજરાતના કાર્યકર્તાઓ પાસેથી આજે દેશ ભરના કાર્યકર્તાઓ શીખ લે છે.

લોકસભા ચૂંટણીમા એક બેઠક હારવી પડી તેનુ દુખ છે અને આ ભુલની જવાબદારી પણ મારી છે. એક બેઠક હારવી પડી છે તેના માટે ગુજરાત ભરના ભાજપના કાર્યકર્તાઓની માફી માંગુ છું. લોકસભા ચૂંટણીના સુરત બેઠક બિનહરિફ જીતી એક ઇતિહાસ રચ્યો છે જેનો જશ કાર્યકર્તાઓને ફાળે જાય છે. કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીમા હાર થવાનો વિશ્વાસ થઇ ગયો હતો તેના કારણે તેમણે લડવાનુ પસંદ ન કર્યુ તેના કારણે આ બેઠક બિનહરીફ થઇ. આ રેકોર્ડ ગુજરાતના ફાળે સુરતના નામે સુવર્ણ અક્ષરે લખાય ગયો છે. મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને મને જળશક્તિ મંત્રાલયની જવાબદારી આપી  છે આ જવાબદારી પણ તમારી છે. મોદી સાહેબના સ્વપન્નને પુર્ણ કરવા સૌ કાર્યકર્તા સાથે મળી કરીએ.

આ કાર્યક્રમમા રાજયના મંત્રી    કનુભાઇ દેસાઇ,  પ્રફુલભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ,  હર્ષભાઇ સંઘવી,ધારાસભ્યઓ, સુરત અને બારોડલીના સાસંદઓ  મુકેશભાઇ દલાલ અને   પ્રભુભાઇ વસાવા,પુર્વ કેન્દ્રીમંત્રી દર્શનાબેન જરદોશ,સુરત શહેરના પ્રમુખ  નિરંજનભાઇ ઝાંઝમેરા,નવસારી જીલ્લાના પ્રમુખભુરાભાઇ શાહ,સુરત અને નવસારીના મહામંત્રી ઓ,સુરત શહેરના કોર્પોરેટર ઓ,જીલ્લાના પદાધિકારી ઓ સહિત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.